- રામપુર સીટ પરથી નોંધાવી ઉમેદવારી
- ઉમેદવારી નોંધાવતા પહેલા 30 લાખનો દંડ ભરવો પડ્યો
- વિજચોરીના મામલામાં તન્જીમ ફાતેમાને 30 લાખનો દંડ ફટકારાયો હતો
- આઝમખાનના રિસોર્ટમાં વીજચોરી પકડાય હતી
આઝમખાનના હમસફર રિસોર્ટમાં રેડ પાડવાના સમયે 5 KW મીટર પર અંદાજે 33 KWનો ભાર જોવા મળ્યો હતો, રિસોર્ટમાં વિજળી સપ્લાય માટે અલગથી એક પાવર લાઈન લગાવવામાં આવી હતી,જ્યારે આ રેડ પાડવામાં આવી હતી ત્યારે વિજળી વિભાગે આઝમખાનના રિસોર્ટનું પાવર કનેક્શન કાપી નાખ્યું હતું અને તેની પત્નીના નામે 30 લાખની રકમનો દંડ ફટકાર્યો હતો.
ઉત્તર પ્રેદશના આગેવાન નેતા અને રામપુર સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હાલમાં પણ તેઓ તેમની પત્ની અને રાજ્યસભા સાંસદ તન્જીમ ફાતેમાને લઈને ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે, રામપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા-ચુંટણી માટે આઝમ ખાને તેમના પત્ની તન્જીમ ફાતિમાને નામાંકિત કર્યા છે, તે જોતા સોમવારે તન્જીમ ફાતિમાએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ઉમેદવારી નોંધાવે તે પહેલા તેને 30 લાખનો દંડ ભરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જોહર યૂનિર્સિટી સાથે જોડાયેલા મામલામાં કેટલાક કેસમાં ફસાયેલા આઝમ ખાન સામે વિતેલા દિવસોમાં કડક કાર્યવાહી થઈ ચૂકી છે,રામપુર વહીવટતંત્ર દ્વારા આઝમના રિસોર્ટ પર રેડ પાડવામાં આવી હતી જેમાં વિજચોરીનો મામલો પણ સામે આવ્યો હતો.
આઝમખાનના હમસફર રિસોર્ટમાં જ્યારે રેડ પાડવામાં આવી હતી ત્યારે 5 KW મીટર પર અંદાજે 33 KWનો ભાર જોવા મળ્યો હતો આ પરાંત વિજ સપ્લાય માટે એક અલગથી પાવર લાઈન પણ લગાવવામાં આવી હતી ત્યારે વિદ્યૂત વિભાગ દ્વારા તેમની લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું, અને તેમની પત્ની તન્જીમ ફાતેમા પર વિજચોરીનો આરોપ લગાવાયો હતો અને તેમને વિજચોરી અધિનિયમ હેઠળ 30 લોખનો દંડ પણ ફટકારાયો હતો,
સોમવારના રોજ યૂપીની 11 વિઘાનસભાની સીટો પર યોજાનારી ચેટાચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ હતી,તે જોતા તન્જીમ ફાતેમાં નામાંકન ભરવા પહોચી હતી, પરંતુ તે પહેલા તેણે દંડની રકમ ભરવી પડી હતી, અધિશાસી અભિયન્તા ગૌરવ કુમારે એક મીડયા રિપોર્ટમાં જણાવ્યું કે,દંડની રકમ વિભાગીય ખાતામાં જમા થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે,રામપુર વિધાનસભાની સીટ પર 2017 વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટીકિટ પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી સાથે બીજેપીમાં ઊભેલા જયા પ્રદાને હરાવ્યા હતા.સાસંદ બન્યા પછી આઝમખાને ધારાસભ્યના પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું,ત્યાર પછી આ પેટાચૂંટણી યોજાય રહી છે, હવે આ સીટ પરથી આઝમખાનની પત્ની તન્જીમ ફાતિમા સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.