અબ્દુલ્લા આઝમે પોલીસ સાથે ગેરવર્તન કર્યું
પોલીસે અબ્દુલ્લા આઝમની ટકાયત કરી
બીજી વખત પોલીસે ઝૌહર યૂનિવર્સિટી પર રેડ પાડી
મંગળવારના રોજ જુના પુસ્તકો મળી આવ્યા હતા
ઉત્તર પ્રદેશના રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનની ઝૌહર યૂનિવર્સિટી પર પ્રશાસન અધિકારીઓએ રેડ પાડી હતી તે સમય દરમિયાન આઝમખાનના પૂત્ર અબ્દુલ્લા આઝમે પાલીસની કામગીરીમાં ખલેલ કરી હતી જેને લઈને પોલીસે અબ્દુલ્લા આઝમની ઘરપકડ કરી હતી.
મળતી જાણકારી મુજબ ઝૌહર યૂનિવર્સિટીમાં પોલીસે રેડ પાડી હતી તે સમયે આઝમખાનના પુત્ર અબ્દુલ્લાએ પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યુ હતુ અને પોલીસને શોધખોળ દરમિયાન પોતાના કામમાં દખલ પહોંચાડી હતી જે વાતને લઈને અબ્દુલ્લા આઝમને પોસીલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ પહેલા પણ મંગળવારના રોજ પ્રસાશન અધિકારીઓ એ ઝૌહર યૂનિવર્સિટી પર રેડ પાડી હતી તે સમયે આલિયા મદ્રેસામાંથી વર્ષો પહેલા ચોરી થેયોલા પુસ્તકો આઝમની લાઈબ્રેરીમાંથી મળી આવ્યા હતા જેને લઈને પોલીસે વધુ શોધખોળ ચાલુ રાખી હતી
પોલીસ ટીમ 10 ગાડીઓ સહીત ઝૌહર યૂનિવર્સિટી પર રેડ પાડવા પહોચી હતી ત્યારે આ લાઈબ્રેરીમાં શોઘખોળ કરતા સમયે પોલીસને 150 વર્ષ જુના પુસ્તકો મળી આવ્યા હતા ,તપાસ કરતા ખબર પડી કે પુસ્તકો વર્ષો પહેલા મદ્રેસાએ આલિયામાંથી ચોરી થયા હતા અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. લાઈબ્રેરીના કર્મચારીઓ એ તે વોતનો વિરોધ કરતા પોલીસે 4 લોકોની ઘરપકડ પણ કરી હતી.
સાંસદ આઝમખાનના હમસફર રિસોર્ટ પર બૂલડોઝર ફેરવવાની તૈયારી રામપુર જીલ્લા પ્રશાસન કરી રહી છે ,આ મામલે પોલીસે આઝમખાનને નોટીસ પણ ફટકારી હતી ,સિંચાઈ વિભાગની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના મામલે પોલીસે આઝમખાન વિરુદ્વ ફરિયાદ નોંધી હતી.
આઝમખાનની મુસીબતો વધતી રહી છે કારણ કે હવે રામપુર જીલ્લા પ્રશાસને તોના વુરુદ્વની કાર્યવાહીઓ શરુ કરી દીધી છે આ ઉપરાંત ઝૌહર યૂનિવર્સિટીને તોડવાનો આદેશ પમ આપવામાં આવ્યો છે ત્યારે આઝમખાનનો રિસોર્ટ પોલીસની નજરમાં જ છે પોલીસ હવે તેને તોડવાની તૈયારીમાં છે
જીલ્લાઅધિકારી આન્જનેય કુમાર સિંહએ જણાવ્યું કે હમસફર રિસોર્ટમાં એક હજાર ગજ જમીનમાં આઝમખાને કબ્જો જમાવ્યો છે આ પહેલા પણ ખેડૂતો એ તેના વિરુદ્વ ફરિયાદ કરી હતી અને અત્યાર સુધી આઝમખાન સામે 27 ફરિયાદ નોંધાઈ છે.