- કોરોનાના સંકટમાં મદદે આવ્યા આયુષ્માન ખુરાના
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું દાન
- લોકોને પણ આ સ્થિતિમાં મદદ કરવા કરી અપીલ
મુંબઈ : આયુષ્માન ખુરાના અને તેમની પત્ની તાહિરા કશ્યપે મહારાષ્ટ્રના કોવિડ -19 મહામારીથી પીડિત લોકોને મદદ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે અને લોકોને આ કટોકટીની પરિસ્થિતિમાં સરકારને મદદ કરવા અપીલ પણ કરી છે.
આ દિવસોમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગેલું છે અને ત્યાંની સ્થિતિ સતત ખુબ જ ગંભીર જણાઈ રહી છે. દરેક જગ્યાએ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળે છે અને દરેક વ્યવસ્થા ઓછી થતી હોય તેમ લાગે છે. એવામાં લોકોને એકબીજાની મદદ સિવાય સરકાર તરફથી વધારે આશા નથી.
હાલ, તમામ રાજ્યમાં ઓક્સિજનનો મોટો અભાવ છે. સરકારે એક રીતે હાથ ઊંચા કરી દીધા છે અને વધુ બીમારી ન ફેલાઈ તે માટે લોકડાઉન લગાડવામાં આવ્યું છે. જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પણ ઠપ્પ થઇ ગઈ છે. લોકો પાસે ધંધા-રોજગાર નથી અને બીમારીએ પહેલાથી જ લોકોની કમર તોડી નાખી છે.
આયુષ્માન અને તાહિરાએ પોતાના સોશ્યલ મીડિયા પર એક નોટ અપલોડ કરી છે. જેમાં તેઓએ દરેક ભારતીયનો આભાર માન્યો છે, કે જેમણે સંકટથી ત્રસ્ત લોકો માટે યોગદાન દેવા માટે તેઓને સતત પ્રેરિત કર્યા છે.