Site icon hindi.revoi.in

બાળ હિંસાને સમાપ્ત કરવા યુનિસેફના એડવોકેટ તરીકે આયુષ્માન ખુરાનાની નિમણૂક

Social Share

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે બાળ હિંસાને સમાપ્ત કરવાની દિશામાં પોતાનું યોગદાન આપશે. આયુષ્માન હેશટેગફોરએવરીચાઈલ્ડ માટે અધિકારો પર વાત કરતા જોવા મળશે. એક્ટરનું કહેવું છે કે તે દરેક બાળકની કાળજી લે છે જે સુરક્ષિત બાળપણના અનુભવથી વંચિત રહી ગયા છે.

આયુષ્માને કહ્યું કે, હું સેલિબ્રિટી એડવોકેટ તરીકે યુનિસેફ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે દરેક વ્યક્તિ જીવનમાં સારી શરૂઆતનો હકદાર છે.જયારે ઘરે હું મારા બાળકોને સુરક્ષિત અને ખુશનુમા માહોલમાં રમતા જોવ છું. તે સમયે હું એવા દરેક બાળકનો વિચાર કરું છું જેને એક સુરક્ષિત બાળપણનો અનુભવ ક્યારેય મળ્યો નથી. અને જે ઘરે અથવા બહાર હિંસાના માહોલમાં મોટા થઈ રહ્યા છે.

એક્ટરનું કહેવું છે કે, તે આ નિર્દોષ બાળકોના અધિકારોને પોતાનું સમર્થન આપવા માટે તૈયાર છે. જેથી તેઓ પણ હિંસાથી મુક્ત માહોલમાં ખુશ, સ્વસ્થ અને શિક્ષિત નાગરિક તરીકે તેમના જીવનમાં આગળ વધી શકે.

દેવાંશી-

Exit mobile version