ભાજપના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક કે. એન. ગોવિદાચાર્ય અયોધ્યા વિવાદ મામલાનું લાઈવ સ્ટ્રીમિંગ ઈચ્છી રહ્યા છે. ગોવિંદાચાર્યે અયોધ્યા મામલાની આગામી કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ કરાવવાની માગણીને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે અયોધ્યા વિવાદને ઉકેલવાની મધ્યસ્થતાની કોશિશો નાકામ રહી અને કોઈ સમાદાન મળી રહ્યું નથી. તેના પછી અયોધ્યા વિવાદ મામલા પર સુપ્રીમ કોર્ટ 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી શરૂ કરશે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી એક બંધારણીય ખંડપીઠે બંધબારણે કહ્યુ હતુ કે વિવાદને લઈને મધ્યસ્થતા માટે બનાવવામાં આવેલી કમિટી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. માટે આ મામલા પર 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી શરૂ કરવામાં આવશે.
મુસ્લિમ પક્ષકારોના વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યુ છે કે તેના અસીલે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વા મીની રિટ રજીનો વિરોધ કર્યો, તેમા તેમમે મામલા પર સ્પીડ અપ ટ્રાયલની વાત કરી. રિટને લઈને ધવને ન્યાયાધીશો પાસેથી કડક જવાબની માગણી કરી. કોર્ટે કહ્યું કે અમે તેને જોઈશું.
ધવને કહ્યુ છે કે તેમને મામલામાં ચર્ચાની તૈયારી માટે 20 દિવસોની જરૂરત હશે. તેમણે કોર્ટને અપીલ કરતા કહ્યુ છે કે ચર્ચાના સમયગાળાની મર્યાદાને ઓછી કરવામાં નહીં આવે. બંધારણીય ખંડપીઠે સુનાવણીને ટાળવાનો ઈન્કાર કરતા કહ્યું છે કે ધવનના વાંધાઓને સુનાવણી દરમિયાન સાંભળીશું.