Site icon hindi.revoi.in

અયોધ્યા નિર્માણ કાર્ય: ચેન્નાઇની એન્જિનિયર્સની ટીમ પહોંચી અયોધ્યા, પાયા ખોદવાની કામગીરી થશે શરૂ

Social Share

સમગ્ર દેશવાસીઓ રામ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે રામ મંદિરનો પાયો નખાવાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે,રામ મંદિરના નિર્માણ માટે પાયો ખોદતા પહેલા 12  પિલ્લરોનું પરિક્ષણ કરી ક્ષમતાની ચકાસણી કરવા માટે ચેન્નઈથી અન્જીનિયર્સની ટીમ અયોધ્યા ખાતે આવી પહોંચી છે, નિષ્ણાંતોની આ ટીમ પિલ્લરોની વજન ક્ષમતા તપાસવાના કાર્યમાં જોતરાઈ ચૂકી છે.

આ બાબતે નિષ્ણાંતો પોતાના રિપોર્ટ એલએન્ડટી ના એન્જિનિયરોને સોપશે, ત્યાર બાદ કાર્યકારી સંસ્થા એલઅન્ડટી પાયો ખોદવાનું કાર્ય શરુ કરશે, કહેવામાં આવી રહ્યું છે કે, નવેમ્બર મહિનાના પહેલા અઠવાડીયાથી પાયો ખોદવાનું કાર્ય શકરુ કરી દેવામાં આવશે.

12 સ્તંભોનું પરિક્ષણ કરાશે

પીએમ મોદીના હાથે મંદિરનો શિલાન્યાસ કરવાની સાથે મંદિર નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું,  12 પરીક્ષણ સ્તંભોને મોલ્ડ કરવામાં આવ્યા હતા અને હવે તેનું ગ્રાઉન્ડ ટેસ્ટીંગ શરૂ થઈ ગયું છે. રામ મંદિરના નિર્માણના પરિક્ષણ તરીકે, 100 ફુટની ઊંડાઈથી 12 સ્તંભો બનાવવામાં આવ્યા છે, જેની ગુણવત્તા અને વજન  ક્ષમતાને માપવામાં આવી રહી છે.

હાલ પિલ્લરો પર 700 ટન વજન આપી પરિક્ષણ થઈ રહ્યું છે

રામ મંદિરને લઈને શ્રધ્ધાળુંઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

આ કાર્ય શરુ થતાવની સાથે જ વર્ષોતી જોવાતી રાહનો અંત આવશે, દરેક લોકો રામ મંદિર બનવાને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે રામ મંદિર બનતાની સાથે અયોધ્યા ખાતે પ્રવાસીઓનો ઘસારો થશે જેને લઈને અનેક સુવિધાઓથી અયોધ્યાને સજ્જ કરવામાં આવશે,

સાહીન-

Exit mobile version