Site icon hindi.revoi.in

અભિનેતા રણવીર સિંહનો બર્થડેઃ- એક સમયે કંપનીમાં કોપીરાઈટરની જોબ કરતા રણવીર આજે છે બોલિવૂડનું જાણીતું નામ

Social Share

 

મુંબઈઃ- બોલિવૂનો જાણીતા ચહેરો કણવીર સિંહ આજે 35 વર્ષનો થઈ ચૂક્યો છે,આજ રોજે 6 જુલાઈના દિવસે તે તેમનો બર્થડે ઉજવી રહ્યો છે, વર્ષ 1885 માં સીંઘી પરિવારમાં જન્મેલા રણવીરે બોલિવૂબડમાં અલગ અલગ ફિલ્મો આપી છએ, જુદાજુદા રોલમાં તેણે પુરોપુરો ન્યાય આપીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન જમાવ્યું છે.આ સાથે જ સૌથી વધુ ફી વસુલવામાં તેમનો નામનો સમાવેશ થાય છે.ઘણા ઓછા લોકોને ખબર હશે કે રણવીર સિંહનું પુરુ નામ રણવીર સિમંહ ભવનાની છે, તેમના દાદા જ્યારે ભઆગલા પડ્યા હતા ત્યારે કરાચીથી મુંબઈ આવી ગયા હતા

રણવીર સિંહનો કપુર પરિવાર સાથે પણ ખાસ સંબંધ

તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એવું માનવામાં આવતું હતું કે રણવીર આઉટસાઈડર છે. જોકે તેનો કપુર પરિવાર સાથે પણ ખાસ સંબંધ છે. રણવીરની માતા અંજુ ભાવનાની અને સોનમ કપૂરની માતા સુનીતા કપૂર ફર્સ્ટ કઝિન છે. રણવીર અને સોનમ  પીતરાઈ ભાઈ બહેન છે, ઈન્ડસ્ટ્રીમાં આવ્યાં બાદ રણવીર સિંહે પોતાની ભાવનાની સરનેમ ડ્રોપ કરી હતી. કારણ કે તેને લાગતુ હતું કે તેનુ નામ સરનેમ સાથે ખુબ લાંબુ થઈ જાય છે. તેનું માનવું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સરનેમ સાથે એક બ્રાન્ડ તરીકે એન્ટ્રી કરવી સારુ રહેશે.

રણવીર સિંહ કોપીરાઈટર રહી ચૂક્યા છે

ઘણા એક્ટર્સ બોલિવૂડમાં આવ્યા પહેલા બીજા કાર્ય સાથે જોડાયેલા હતા રણવીર સિંહ પણ તેમાનો એક છે. રણવીર સિંહે ઈન્ડિયાના યુનિવર્સિટી, બ્લુમિંગટન યુએસએથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવેલી છે. ત્યાં તે થિયેટર સ્ટુડન્ટ  રહ્યો હતો. જો કે એક્ટિંગ સાથે તેનો ક્રિએટિવમાં તેમને રસ હતો તથા રાઈટિંગમાં પણ હતો. જેના લીધે એડવરટાઈઝિંગના ક્ષેત્રે પણ કોપી રાઈટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 2010માં ફિલ્મ ‘બેંડ બાજા બારાત’થી બોલિવૂડમાં કરી એન્ટ્રી

અભિનેતા રણવીર સિંહના ફિલ્મી કરિયરની જો વાત કરીએ તો તેમણે બૉલીવુડમાં વર્ષ 2010માં ફિલ્મ  બેન્ડ બાજા બારાતથી એન્ટ્રી કરી હતી,    આ ફિલ્મમાં અનુષ્કા શર્મા તેની સાથે હતી. તેમની પ્રથમ ફિલ્મથી જ રણવીર સિંહએ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ત્યારબાદ લુટેરા, ગોલિયો કી રાસલીલા રામ લીલા, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને ગલી બોય જેવી કેટલીક સફળ ફિલ્મો આપી, ત્યાર બાદ આજે તેઓ બોલિવૂડના જાણીતા ચહેરા તરીકે ઊભરી આવ્યા છે.

થોડા સમયમાં ટીવી  પર એક શોમાં કરશે ડેબ્યૂ

તેમના હાલના પ્રોજેકર્ટની જો વાત કરીએ તો તેઓ એક રિયાલીટી શઓ દ્રારા ટેલી વિઝન પર ડેબ્યુ કરી રહ્યા છે,રણવીર સિંહ જલદી જ ટેલિવિઝન પર જોવા મળવાનો છે. તે વિઝ્યુઅલ બેસ્ડ ક્વિઝ શો ધ બિગ પિકચરનું સંચાલન કરવાનો છે. આ શો નોલેજ અને વિઝ્યુઅલમે મોરીનું એક ઉમદા મિશ્રણ છે.

Exit mobile version