રાજસ્થાનના જોધપુર જીલ્લામાં અજીબ પ્રકારે ચોરી થયાની ઘટના બનાવા પામી છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્રનો આબેહુબ અવાજ નીકાળીને એક હિસ્ટ્રીશીટર ઑડીના શૉરૂમમાંથી ઑડી કારની ઉઠાંતરી કરી ગયો છે,એટલું નહી પરંતુ થોડા દિવસ પહેલા પણ આજ યૂક્તિ આજમાવીને અન્ય બે મોંધી કારની ચોરી કરી ગયો હતો.
રાજસ્થાનના પાલી જીલ્લામાં હિસ્ટ્રીશીટર સુરેશ ધાંચી ખુબ જ ચર્ચામાં છે, કહેવામાં આવી રહ્યું છે કે આ સુરેશ નામક વ્યક્તિ કોઈપમ વ્યક્તિનો પણ અવાજ નિકાળી શકે છે તે પણ હુબહુ,જેના કારણે તે લોકોને છેતરી પણ શકે છે અને લોકો તેના પર વિશ્વાસ કરીને છેતરાઈ પણ જાય છે,ત્યારે આ યૂવકે મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્રનો અવાજ કાઢીને જોધપુરના ઑડીના શોરુમના માલિક સાથે વાત કરી હતી,અને કહ્યું હતું કે ,”અમારા ઓળખીતા તમારા શૉરૂમમાં આવશે, તેને તમે એક સારી સેકન્ડ હેન્ડ ઑડીકાર આપી દેજો”.
ફોન આવ્યો છે કાર લઈજાવો
આ ફોન આવ્યા પછી સુરેશ ઘાંચી ઑડીના શોરૂમમાં આવ્યો, અને કહ્યું કે “મને વૈભવ ગહલોતે મોકલ્યો છે,હું તમારી વાત તેના સાથે કરાવીદઉ છું,તમે ઑડી કાર મને આપી દો”,તો સામેથી શોરૂમના માલિકે કહ્યું કે ‘મને તેમનો ફોન આવી ગયો છે તમે કાર લઈજાઓ’.
ચેક બેંકમાં વટાવ્યો તો ચેક બાઉન્સ થયો
કારની કિંમતના એડવાન્સ માટે તેણે 50 લાખ 75 હજારનો ચેક શોરુમના માલિકને આપ્યો હતો,આ માલિકે ચેક જ્યારે બેંકમાં વટાવ્યો તો ચેક બાઉન્સ ગયો,ત્યાર બાદ શોરુમના મેનેજરે ભાળ મેળવી ત્યારે ખબર પડી કે વૈભવ ગહલોતે કી ફોન કર્યો જ નહોતો.
ઘાંચી સુરેશને સંકજામાં લેવેના ચક્રોગતિમાન
જણાવવામાં આવી રહ્યું છે કે હિસ્ટ્રીશીટર સુરેશ ધાંચી 19 ઓગસ્ટના રોજ પણ પૂર્વ વિધાયક ભીમરાજ ભાટીની અવાજ નીકાળીને એક શૉરુમમાંથી બે ગાડીઓની ઉઠાંતરી કરી ગયો છે,પોલીસે આ તમામ ચોરીના આરોપો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.