Site icon hindi.revoi.in

નહીં મોકલી શકાયો અતીક અહેમદને અમદાવાદ જેલ, આ છે કારણ

Social Share

બાહુબલી અતીક અહેમદને શનિવારે નૈની જેલમાંથી અમદાવાદ જેલ શિફ્ટ કરવાના હતા, પરંતુ અતીકને અમદાવાદ ન મોકલી શકાયો. એવું એટલા માટે કારણકે અતીકને વિમાન મારફતે અમદાવાદ મોકલવાનો હતો, પરંતુ વિમાનની ટિકિટ ન મળી શકવાને કારણે તેને મોકલી શકાયો નહીં.

હવે સોમવારે બાહુબલી અતીક અહેમદને જેલ મોકલવામાં આવશે. નૈની સેન્ટ્ર જેલના ડેપ્યુટી જેલરસ સીઓ દારાગંજ અને એસઆઇ રવીન્દ્ર યાદવ અતીક અહેમદને સોમવારે અમદાવાદ લઇ જશે. સોમવારે સવારે પાંચ વાગે નૈની જેલની કડક સુરક્ષા વચ્ચે અતીક અહેમદને વારાણસી લઈ જવામાં આવશે.

અતીક અહેમદ પર આરોપ છે કે તેના ઇશારાઓ પર ગુંડાઓએ આલમબાગના રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલને ગયા વર્ષે 26 ડિસેમ્બરના રોજ તેની ગાડી સહિત ઘરેથી અપહરણ કરીને જેલમાં માર્યો હતો. એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલે એક એફઆઇઆર નોંધાવી હતી.

આરોપ લગાવવામાં આવ્યો કે મોહિતને દેવરિયાની જેલમાં લઇ જઇને બેરેકમાં માર્યો અને કલમણે પિસ્તોલ લગાવીને તેમની પાંચ કંપનીઓનો માલિકી હક બે યુવકોના નામે ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભગાડી દેવામાં આવ્યો અને ગાડી પણ છીનવી લીધી.

જેલમાં મારવાની ઘટના પછી યુપી સરકારે અતીકને બરેલી જેલ મોકલીને દેવરિયા જેલના અધિકારીઓ પર કાર્યવાહી કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા અતીકને નૈની સેન્ટ્રલ જેલ મોકલવામાં આયો હતો. 23 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે જેલમાં મારપીટની ઘટના અને અતીકના અપરાધિક ઇતિહાસને જોતા તેને ગુજરાતની કોઈ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પણ અતીક અહેમદ પર બસપાના ધારાસભ્ય રહેલા રાજૂ પાલની હત્યાનો આરોપ પણ છે. પ્રયાગરાજના ઘણા પોલીસ સ્ટેશનમાં અતીક અહેમદ પર હત્યા, અપહરણ, ખંડણી સહિત અનેક ડઝન ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

Exit mobile version