- સંયૂક્ત રાષ્ટ્રની સભામાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર
- સચિવ આશીષ શર્માએ પ્રતિનિધિત્વ કર્યું
- કહ્યું -પાક. એ વિતેલા વર્ષે પારિત સાંસ્કૃતિકના પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું
દિલ્હીઃ- આતંકવાદ અને ઘાર્મિક ભેદભાવના મુદ્દા પર ભારત એ પાકિસ્તાનને ફરી એક વાર ઘેર્યું છે, આ બાબતે યૂએનના મંચ પર પાકિસ્તાનને ભાતે બરાબર સંભાવ્યું હતું, ભારત તરફથી સચિવ આશીષ શર્માએ કહ્યું કે, પાકિસ્તાન એ પહેલાથી આ સભા દ્વારા વિતેલા વર્ષ દરમિયાન પારિત સાંસ્કૃતિકના પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન સિખોના પવિત્ર સ્થાન કરતારપુર સાહિબ ગુરુદ્વારના મેનેજમેન્ટના સિખ સમુદાયના સભ્યોને ગેરકાયદેસર રીતે દૂર કરવાની વાતને વહીવટી નિયંત્રણમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે યોગ્ય નથી જ.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે પાકિસ્તાન ભારતમાં ધર્મની વિરુદ્ધ નફરતની પોતાની સ્થિતિની સંસ્કૃતિને બદલશે અને આપણા લોકો વિરુદ્ધ સીમા પાર આતંકવાદના પોતાના સમર્થનને જો રોકશે તો અને તો જ અમે દક્ષિણ એશિયા અને તેની બહાર શાંતિની વાસ્તવિક સંસ્કૃતિનો નિર્ણય લઈ શકીશું .
ઉલ્લેખનીય છે કે અવાર નવાર પાકિસ્તાન યૂએનની સભામાં ભારતને ટાર્ગેટ કરતું આવે છેજો કે દર વખતે પાકિસ્તાનને નીચુ જોવાનો વારો આવ્યો છે. એ પછી કાશ્મીરનો મુદ્દો હોય કે કોઈ બીજો મુદ્દો, પાકિસ્તાનની વારંવાર ભારત સામે હાર થતી જોવા મળી રહી છે.
સાહિન-