Site icon hindi.revoi.in

રક્ષક બન્યા ભક્ષકઃઆસામની મહિલા સાથે પોલીસ સ્ટેશનમાં જ પોલીસ દ્વારા અત્યાચારની ઘટના

Social Share

હરીયાણાના ગુરુગ્રામમાં પાલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો અને માણસાઈના નામે કલંક કરનારો કીસ્સો પ્રકાશમાં વ્યો છે જેમાં એક પોલીસનો હેવાનિયત વાળો ચેહરો સામે આવ્યો છે,જ્યા આસામની એક મહિલાને પોલીસ સ્ટેશનમાં જ તેના કપડા ઉતારીને માર મારવામાં આવ્યો છે,મળતી માહિતી મુજબ એક 30 વર્ષની મહિલા અહી ડીએલએફ સેક્ટર-1માં મેડનું કામ કરી રહી હતી તે ઘરના માહિલે મહીલા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો.મંગળવારના રોજ ઘર માલિક તેને પાલીસ સ્ટેશને લઈ ગયો ત્યા પાલીસે તેને ઢોરમાર માર્યો હતો  ઉપરાંત હેવાનિયતની હદ વટાવતા પોલીસે મહિલાના ગુપ્તઅંગો પર પટ્ટાથી માર માર્યો.

આ ઘટના બહાર આવ્યા પછી ગુરુગ્રામ પોલીશ કમિશ્નરે આ વિભાગના તપાસ કરવાના આદેશ આપ્યો છે,સાથે સાથે આ ઘટનામાં ચાર પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવામાં આવી રહી છે,જેમાં ડીએલએફ ફેસ-1ના સ્ટેશન પર પોલીસોને લાઈન હાજર કરવામાં આવ્યા છે.પીડિત મહિલાના પતિએ આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મીઓએ મહિલાના ગુપ્ત પાર્ટમાં પણ ઈજા પહોંચાડી છે.

નિર્વસ્ત્ર કરીને મહિલાની ધુલાઈ કરી

પતિના જણાવ્યા મુજબ તપાસ અધિકારી અને એએસઆઈ મધુબાલાએ પીડિત મહિલાને સ્ટેશન બોલાવી હતી ત્યારબાદ તેને એક રુમમાં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસકર્મીએ મહિલાને નગ્ન કરીને તેને બેરહેમીથી ઘાતકી રીતે માર માર્યો હતો. તે ઉપરાંત આ પાલીસ કર્મીઓ દ્વારા પીડિત મહિલાએ જે ગુનો કર્યો જ નથી,તે ગુનો સ્વીકારવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જે તેણે કર્યું ન હતું. પતિના જણાવ્યા મુજબ મહિલાને બેલ્ટથી ખુબજ ઘાતકી રીતે માર મારવામાં આવ્યો છે.

આ મામલો બહાર આવ્યા પછી,પૂર્વોત્તરના કેટલાક સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો  છે. લોકોએ ગુરુગ્રામ પોલીસ કમિશનરની કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ સમગ્ર મામલે ગુરુગ્રામ પોલીસના પીઆરઓ કહ્યું  કે,આ ફરિયાદ બાદ 4 પોલીસકર્મીને લાઇન પર લગાવાયા છે. તેની તપાસ ASI મધુબાલા, SHO સ્વેત કુમાર, હેડ કોન્સ્ટેબલ અનિલ કુમાર, મહિલા કોન્સ્ટેબલ કવિતા વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે

Exit mobile version