Site icon hindi.revoi.in

શ્રીલંકામાં મુસ્લિમોને પથ્થરથી મારવાની બૌદ્ધ ધર્મગુરુની અપીલ

Social Share

શ્રીલંકામાં ઈસ્ટર રવિવારે થયેલા હુમલા બાદથી મુસ્લિમ સમુદાય દહેશતના સાયામાં રહેવા માટે મજબૂર છે. એક મુસ્લિમ ડોક્ટરે બૌદ્ધ મહિલાઓની ગુપ્તપણે નસબંધી કરવાના અપુષ્ટ અહેવાલ બાદ એક ટોચના બૌદ્ધ ભિક્ષુએ લઘુમતી સમુદાય વિરુદ્ધ હિંસાનું આહવાન કરી દીધું છે અને તેના કારણે મુસ્લિમ સમુદાય વધુ દહેશતમાં આવી ગયો છે.

મુસ્લિમ લઘુમતી સમુદાયના એક્ટિવિસ્ટ, રાજકારણીઓ અને સદસ્યોનું કહેવું છે કે વરાકગૌડા શ્રીજ્ઞાનરત્ન થેરોના ભાષણ બાદ કોમવાદી તણાવ વધી ગયો છે. શ્રીલંકા ઈસ્ટર એટેક બાદથી જ મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનો અને મકાનો પર હુમલા થઈ રહ્યા છે.

શ્રીલંકામાં ઈસ્ટરના રોજ થયેલા આતંકી હુમલાન જવાબદારી આઈએસઆઈએસએ લીધી હતી. શ્રીલંકાના વહીવટી તંત્રે હુમલામાં બે સ્થાનિક મુસ્લિમ સંગઠનોને પણ જવાબદાર ઠેરવ્યા છે. આતંકી હુમલા બાદ મુસ્લિમો વિરુદ્ધ કોમવાદી હુલ્લડો વચ્ચે પ્રભાવશાળી બૌદ્ધ ભિક્ષુ જ્ઞાનરત્ન થેરોએ ફરીથી એ આરોપ દોહરાવ્યો છે કે કુરેનેગલાના એક મુસ્લિમ ડોક્ટરે ગુપ્તપણે ચાર હજાર બૌદ્ધ મહિલાઓની નસબંધી કરી છે.

રાષ્ટ્રીય ટેલિવિઝન પર પોતાના એક ભાષણમાં બૌદ્ધ ભિક્ષુએ કહ્યુ છે કે કેટલીક મહિલા ભિક્ષુણિઓનું કહેવું છે કે ડોક્ટર જેવા લોકોને પથ્થર મારીને જાન લેવો જોઈએ. હું આ નથી કહી રહ્યો, પરંતુ આવું જ કરવાની જરૂરત છે.

શ્રીલંકાના સૌથી જૂના અને મોટા અસગિરીય અધ્યાયના અધ્યક્ષ થેરોએ મુસ્લિમોની દુકાનો, રેસ્ટોરેન્ટ અને વ્યવસાયનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે. તેમણે લાંબા સમયથી ચાલી રહેલી એ અફવાનો પણ પુનરોચ્ચાર કર્યો છે કે મુસ્લિમ રેસ્ટોરેન્ટ્સમાં બૌદ્ધ ગ્રાહકોને નસબંધીવાળી દવા ભેળવીને ભોજન આપવામાં આવે છે.

કેન્ડી ખાતેના એક મંદિરમાં તેમણે પોતાના ભક્તોને ક્હયુ છે કે મુસ્લિમોની દુકાન પરથી ભોજન ખાશો નહીં. જે લોકો તેમની દુકાનોમાંથી ભોજન ખાઈ રહ્યા છે, ભવિષ્યમાં તેમના બાળકો પેદા થશે નહીં. ગત વર્ષ આવી અફવાને કારણે કેન્ડીમાં મુસ્લિમ વિરોધી રમખાણો થયા હતા.

શનિવારે થેરોએ પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યુ હતુ કે મે માત્ર એ વાત કહી છે કે જે બહુમતીના મનમાં ચાલી રહી છે. શ્રીલંકાની કુલ 2.1 કરોડની વસ્તીમાં બૌદ્ધ 70 ટકા અને મુસ્લિમો દશ ટકા છે.

એક્ટિવિસ્ટોએ આને હેટ સ્પીચ ગણાવીને રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેના સમક્ષ કાર્યવાહીની માગણી કરી છે. તો શ્રીલંકાના મુસ્લિમ સમુદાયના સદસ્યોનું કહેવું છે કે ભિક્ષુના આ નિવેદન બાદ તેમને ડર છે કે તેમની વિરુદ્ધ હિંસા ભડકી શકે છે.

માનવાધિકાર કાર્યકર્તા શિરીન અબ્દુલ સરુરે કહ્યું છે કે આટલા માટો પદ પર રહેલા કોઈ વ્યક્તિ નકલી આરોપનો પુનરોચ્ચાર કરીને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જે ઘણી જ સમસ્યા પેદા કરનારું છે, કારણ કે યુવા બૌદ્ધ પેઢી તેને ગંભીરતાથી લેવા જઈ રહી છે. તે હિંસા ભડકાવવાનું કામ કરી રહ્યા છે.

કેમ્પેનરે કહ્યુ છે કે મુસ્લિમ વ્યવસાયીઓ વિરુદ્ધ યોજનાબદ્ધ રીતે બહિષ્કાર કરાઈ રહ્યો છે. આ મુસ્લિમ સમુદાયને સામાજિક રીતે અલગ-થલગ કરવાની વ્યવસ્થિત પદ્ધતિ છે.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક મુસ્લિમ પત્રકારે નામ ઉજાગર નહીં કરવાની શરતે કહ્યુ છે કે તેઓ જ્ઞાનરત્નના ભાષણથી આઘાતમાં છે. તેમણે કહ્યુ છે કે અમે કલ્પના નથી કરી શકતા કે અમારી સાથે શું થઈ શકે છે. અમને ડર છે કે આ ભડકાઉ ભાષણ બાદ મુસ્લિમો અને તેમની સંપત્તિઓની વિરુદ્ધ હુમલા વધવાના છે.

કેન્ડીમાં એક મુસ્લિમ વ્યવસાયીએ કહ્યુ છે કે અમારા દોસ્ત અને પરિવારજનો દરરોજ માનમાં આ આશંકા લઈને કામ કરી રહ્યા છે કે તેમની સાથે કંઈપણ ખોટું થઈ શકે છે.

શ્રીલંકામાં મે માસમાં થયેલા ભીડના હુમલા બાબતે મુસ્લિમ વ્યવસાયીએ ક્હ્યુ છે કે અમે ગત કેટલાક વર્ષોમાં એ જોયું છે કે એક ગુમનામ ભિક્ષુણ પણ કેવી રીતે ભીડ દ્વારા હુમલો કરાવી શકે છે. ગત મહિને જ તેનું એક ઉદાહરણ જોવા મળ્યું હતું. તેવામાં જ્યારે કોઈ સમ્માનિત અને મશહૂર ભિક્ષુ આ પ્રકારનું નિવેદન આપે છે, તો અમારી વિરુદ્ધ હુમલો થવો બિલકુલ નક્કી છે.

29 વર્ષીય મુસ્લિમ વિદ્યાર્થિની શમ્માસ ગૌસે પણ એ માન્યું છે કે જો સિંહલ બૌદ્ધ કટ્ટરપંથી સંગઠન બોડૂ બાલા સેનાનું પ્રતિનિધિત્વ કરનારા ભિક્ષુઓ તરફથી આવી અપીલ આવે છે, તો અમે તેને એ સમજીને અવગણી નાખત કે આ એક નાના સમૂહની ભાવનાઓ છે. પરંતુ આ બૌદ્ધના પ્રમુખ વર્ગના પ્રભાવશાળી શખ્સ તરફથી આવેલું નિવેદન છે. ગૌસે ક્હ્યુ છે કે કેટલાક મુઠ્ઠીભર કટ્ટરપંથીઓએ જે કંઈ કર્યું છે, તેના કારણે આખો મુસ્લિમ સમુદાય નિશાન બની રહ્યો છે. કેટલાક લોકોએ સિરિસેના અને વડાપ્રધાન વિક્રમસિંઘે દ્વારા કાર્યવાહી નહીં થવા મામલે નારાજગી વ્યક્ત કરી છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક ફરઝાના હનીફાએ કહ્યું છે કે જ્ઞાનરત્નના ભાષણ એ ઘટનાક્રમોમાંથી જ એક છે, જેમા 21 એપ્રિલના ઈસ્ટર રવિવારના હુમલા બાદ મુસ્લિમો વિરુદ્ધ લાગણીઓ ભડકાવવાની કોશિશો થઈ રહી છે. ફરઝાનાએ કહ્યું છે કે સૌથી પરેશાન કરનારી બાબત એ છે કે અમારા રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન આવા નિવેદનો પર બિલકુલ મૌન છે.

Exit mobile version