Site icon hindi.revoi.in

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને દિવાળી પર ફટાકડાં ન ફોડવાની અપીલ કરી

Social Share

દિલ્લી: રાજધાની દિલ્હીમાં વધતા જતા વાયુ પ્રદુષણને ધ્યાને રાખીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દીલ્હીવાસીઓને ગયા વખતની જેમ આ દિવાળી પર પણ ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે. સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હીમાં પરાલીથી વધતા જતા પ્રધુષણને રોકવા માટે આ જ એક અસરકારક ઉપાય છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે,દિલ્હીની પૂસા ઇન્સ્ટીટયુટ એ એક ગોલ તૈયાર કર્યો છે, જેનાથી પરાલી ઉપર બીજી પરાલી નાખવામાં આવે તો તે ખાદમાં બદલાઈ જાય છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે, આ વર્ષે છેલ્લી વખત પરાલીના ધુમાડાથી દિલ્હીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે

દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલ

સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને દિવાળી પર ફટાકડા ન ફોડવાની અપીલ કરી છે.તેમણે કહ્યું કે જો દિલ્હીના લોકો ફટાકડા ફોડવાનું જારી રાખશે તો તેનાથી તેને અને તેમના પરિવારના જીવન જોખમમાં આવી શકે છે.

દિલ્હીના સીએમએ કહ્યું કે, ગયા વર્ષે કનોટ પ્લેસમાં તમામ દિલ્હીવાસીઓએ સાથે મળીને દિવાળી મનાવી હતી. , આ વર્ષે પણ દરેક જણ દિવાળીની ઉજવણી એ જ રીતે કરશે અને ફટાકડા ફોડશે નહીં.સીએમ એ કહ્યું કે સરકારે દિવાળીના અવસરે દિલ્હીની જનતા માટે ખાસ વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રી દિલ્હીવાસીઓ સાથે મળીને લક્ષ્મી પૂજન કરશે

દિવાળીની સાંજે 7:39 વાગ્યે તેઓ દિલ્હીવાસીઓ સાથે મળીને લક્ષ્મી પૂજન કરશે. લક્ષ્મી પૂજનનું ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો દિલ્હીના લોકો ઇચ્છે તો તેઓ ટીવી દ્વારા પણ તેમના ઘરેથી લક્ષ્મીની પૂજન કરી શકે છે.

_Devanshi

Exit mobile version