Site icon Revoi.in

પ્રિયંકા ગાંધીના ‘વોટ કપાશે’વાળા નિવેદન પર જેટલીનો વ્યંગ, કહ્યું- કિનારે થઈ ગયેલી પાર્ટી છે કોંગ્રેસ

Social Share

યુપીમાં કોંગ્રેસ ઉમેદવારો તરફથી બીજેપીના વોટ્સ કાપવાના પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવેદન પર નાણામંત્રી અરૂણ જેટલીએ કટાક્ષ કર્યો છે. જેટલીએ કહ્યુંકે પ્રિયંકાનું આ નિવેદન એક રીતે એ વાતનો સ્વીકાર કરવાનું છે કે કોંગ્રેસ હવે કિનારે થઈ ગયેલી પાર્ટી છે. ગુરૂવારે જેટલીએ કોંગ્રેસ નેતાઓને ‘ચૂંટણીના હિંદુઓ’ ગણાવીને કહ્યું કે તેમણે આ પહેલાના ઇલેક્શનમાં આવું ક્યારેય નથી કર્યું. પરંતુ આ વખતે મંદિરોમાં ફરવા માટે મજબૂર થવું પડ્યું છે.

ઉલ્લેખનીય છેકે પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતું કે યુપીમાં કોંગ્રેસના ઉમેદવારો બીજેપીના વોટ્સ કાપશે. અમારા ઉમેદવારોથી એસપી-બીએસપી મહાગઠબંધનના વોટ્સ પર અસર નહીં પડે. પ્રિયંકાએ કહ્યું હતું કે અમે એવા ઉમેદવારો પસંદ કર્યા છે જેઓ જીતે અથવા તો બીજેપીના વોટ્સને વિભાજીત કરવાનું કામ કરે.

તેના પર જેટલીએ કહ્યું, “પ્રિયંકાએ પોતાના નિવેદનમાં એક રીતે એ વાતનો સ્વીકાર કર્યો છેકે કોંગ્રેસ હવે રાજકારણમાં કિનારે લાગી ચૂકી છે. એક મુખ્યધારા તરફ દેશની સૌથી જૂની પાર્ટી હવે ભારતીય રાજકારણમાં કિનારે લાગી ચૂકેલું સંગઠન છે.”

નાણામંત્રીએ કહ્યું કે 2009ની ચૂંટણીને જવા દઈએ તો જવાહરલાલ નહેરૂના સમયમાં 300થી 400 સીટ્સ જીતનારી કોંગ્રેસ હવે રાજીવના સમયમાં 125-130 સીટ્સ સુધીમાં સમેટાઈ ગઈ અને હવે તે 40થી 70 સીટ્સ સુધીની પાર્ટી બની ચૂકી છે.