ગઈકાલે બીજેપી સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીઘો હતો જેને લઈને સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, સરકારના આ નિર્મયને લોકે ખુશીથી વધાર્યો હતો ત્યારે બોલિવૂડ્સના કલાકારોએ પણ આ 37દ કલમ હટાવવા પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા
આ નિર્ણય આવ્યા બાદ વિપક્ષ વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં સરકારના આ ઐતિહાસિક નિર્ણય પર બોલિવૂડના ઘણાં જ સેલેબ્સ ખુબ જ ખુશ જોવા મળ્યાં છે. સરકારના આ નિર્ણયની સામાન્ય લોકોએ પ્રશંસા કરી છે.
બોલિવૂડના હાસ્ય કલાકાર તરીકે જાણીતા પરેશ રાવલઃ- પરેશ રાવલે પોતાના ટ્વિટર કી ક યૂઝર્સના ટ્વિટર પર રિટ્વિટ કરીને કહ્યું હતુ કે પર “ તમે મારા મનની વાત કહી છે,એ યૂઝર્સે કપ્યુ હતુ કે દેશની આઝાદી જોવાની તક મને મળી નથી પરંતુ કાશમીરમાંથી કલમ 370 અને 35A હટાવતા મને આ આઝાદી જોવા મળી છે મને મારુ સપનું પુરુ થતા જોવા મળ્યું છે ,જય હિંદ ”
કુનાલ કોહલીઃ-કુનાલ કોહલીએ ટ્વીટ કરી હતીકે આપણી આંખો સામે ઈતિહાસ બદલાય રહ્યો છે
જ્યારે જાણીતા લેખક ચેતન ભગતે કહ્યુ કે કાશમીર અંતે મુક્ત થયુ, ભવિષ્ય બનાવવા માટે મુક્ત થયું
ત્યારે અભિનેતા વિવેક એબોરોયે ટ્વીટ કરી હતી, આ એ બહાદુર સેનાના જવાનોને ભેટ છે, જેમણે અખંડ ભારતનું સપનું જોયું છે. પીએમ મોદી, અમિત શાહ તથા દરેક રાષ્ટ્રવાદી ભારતીયનું દિલથી સન્માન
બાલિવૂડ ફિલ્મ ભૂતનાથના ડિરેક્ટર વિવેક શર્માએ કહ્યું હતું, લાગે છે કે મહાદેવ તાંડવ મુદ્રામાં આવી ગયા છે મોદી હૈં તો સબ મુમકિન હૈં…