Site icon Revoi.in

અનુચ્છેદ-370ને અસરહીન કરવા મામલે આંતરરાષ્ટ્રીય મીડિયાનું વલણ

Social Share

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને અસરહીન કરવાના મોદી સરકારના નિર્ણયને વૈશ્વિક મીડિયામાં મોટું પગલું ગણાવવામાં આવ્યું છે. પાકિસ્તાના વિશેષજ્ઞોનું કહેવું છે કે કાશ્મીર આજે પણ આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં એક વિવાદાસ્પદ ક્ષેત્ર છે.

વૈશ્વિક મીડિયા-

ધ યુરએશિયન ટાઈમ્સ  (ઈટી ન્યૂઝ)  પ્રમાણે, પાકિસ્તાનીના વડાપ્રધાન ઈમરાનખાને તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેચેપ તૈય્યપ અર્દોઆન અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર બિન મોહમ્મદને ફોન પર વાત પણ કરી હતી. ઈમરાનખાને દાવો કર્યો કે તુર્કી આ મામલામાં પાકિસ્તાન સાથે છે.

તુર્કીની ન્યૂઝ એજન્સી અનાદુલે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ સાથે ઈમરાનખાનની વાતચીત કરવાના અહેવાલને વેબસાઈટ પર પ્રાથમિકતા આપી છે. અનાદુલમાં પ્રકાશિત લેખ પ્રમાણે, કાશ્મીર પર ભારતીય પગલાના ભયાનક પરિણામ હશે.

તુર્કીની બીજી ન્યૂઝ એજન્સી ડીએચએના જણાવ્યા પ્રમાણે, તુર્કીના રાષ્ટ્રપ્રમુખે બંને દેશોને વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવા માટે જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે કાશ્મીર મામલા પર તુર્કી હંમેશા પાકિસ્તાન સાથે રહ્યું છે.

મલેશિયાની ન્યૂઝ વેબસાઈટ બરનામામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, તુર્કી અને પાકિસ્તાની નેતાઓએ કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી છે.

ખલીજ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, અનુચ્છેદ-370ને સમાપ્ત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં અજંપા ભરેલી શાંતિ છે. એક અન્ય અહેવાલમાં ખલીજ ટાઈમ્સ જણાવે છે કે અમેરિકાએ કાશ્મીર મામલે અધિકારોનું સમ્માન કરવાની અપીલ કરી છે.

તુર્કીના હુર્રિયત ડેલી ન્યૂઝ પ્રમાણે, ભારત સરકારના આ પગલાથી મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરની ડેમોગ્રાફી હિંદુ વસ્તીમાં પરિવર્તિત કરવાની કોશિશ થઈ રહી છે.

અમેરિકાના અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટે કાશ્મીર મુદ્દા પર તંત્રીલેખનું શીર્ષ આપ્યું છે – કાશ્મીરમાં વસાહતો વસાવવાનો ભારતીય પ્રોજેક્ટ ખતરનાક મોડ પર…

ગલ્ફ ન્યૂઝમાં અનુચ્છેદ-370 અને કાશ્મીર મુદ્દાને ઘણા અહેવાલોમાં સમજાવવામાં આવ્યો છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલનું શીર્ષક હતું- કાશ્મીરની બે દશકાઓ જૂની સ્વાયતત્તાને ભારતે સમાપ્ત કરી, પાકિસ્તાને ચેતવણી આપી.

પાકિસ્તાની અખબાર ધ ડૉને અમેરિકાના નિવેદનને પ્રાથમિકતા આપી છે કે  – કાશમીરમાં ઉઠાવવામાં આવેલા પગલાઓને ભારતે ગણાવ્યો આંતરીક મામલો.

ધ ગાર્ડિયને લખ્યું છે કે ભાજપ હંમેશાથી જ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને હટાવવાની વાત કહી રહ્યું છે. પરંતુ આ પહેલીવાર છે કે કોઈ મજબૂત પ્રસ્તાવ પટલ પર મૂકવામાં આવ્યો છે.

સીએનએનએ મોદી સરકારના નિર્ણય પર કહ્યું છે કે – ભાજપે કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધન કર્યું હતું. તેના પછી રાજ્યમાં રાજ્યપાલશાસન લાગુ થયું, તેના ફછી કાશ્મીરનું શાસન સીધું કેન્દ્રના હાથમાં ચાલ્યું ગયું.

પાકિસ્તાની ન્યૂઝચેનલ જિયો ટીવી પ્રમાણે, કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાના સમાપ્ત થયા બાદ પાકિસ્તાનમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે.