Site icon hindi.revoi.in

UNHRCના 42મા સત્રમાં સેન્જ સેરિંગની સીધી વાત, ગિલગિટ-બાલ્તિસ્તાન ભારતનો હિસ્સો

Social Share

ગિલગિટ-બાલ્તિસ્તાન પાકિસ્તાનના ગેરકાયદેસર  કબજામાં

ગિલગિટ-બાલ્તિસ્તાન ભારતના જમ્મુ-કાશ્મીરના અભિન્ન અંગ

ગિલગિટ-બાલ્તિસ્તાનના એક્ટિવિસ્ટે પાકિસ્તાનની કાઢી ઝાટકણી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરાયા બાદ પાકિસ્તાને યુએનએચઆરસીના 42મા સત્રમાં જિનિવા ખાતે કાગારોળ મચાવીને ભારતની સામે પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. આ આરોપોનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે પાકિસ્તાનને ગિલગિટ-બાલ્તિસ્તાનના એક્ટિવિસ્ટ સેન્જ સેરિંગે યુએનએચઆરસીના 42મા સત્રમાં આયનો દેખાડયો છે.

એક્ટિવિસ્ટ સેન્જ સેરિંગે કહ્યુ છે કે ગિલગિટ-બાલ્તિસ્તાન ભારતના હિસ્સા છે. સંયુક્ત રાષ્ટ્રના સદસ્યોએ વાસ્તવિકતા સમજવી જરૂરી છે કે ગત 70 વર્ષથી પાકિસ્તાન એક મોટી અડચણ બની ચુક્યું છે.

ગિલગિટ-બાલ્તિસ્તાનના એક્ટિવિસ્ટે કલમ-370ને અસરહીન કરવાના ભારત સરકારના પગલાને આવકાર્યું છે. તેમણે કહ્યુ છે કે આર્ટિકલ-370 જમ્મુ-કાશ્મીરમાં કેટલાક મુઠ્ઠીભરના હાથમાં અન્ય એથનિક અને રિલિજિયસ ગ્રુપ્સ ઉપર મળેલો વીટો પાવરની જેમ હતી. આર્ટિકલ-370ને કારણે જેમને લાભ મળતો હતો, તેઓ પાકિસ્તાની સેનાના હાથા બની ગયા હતા અને તેઓ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના રણનીતિક હિતોને પ્રોત્સાહીત કરતા હતા.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની સેનાના પપેટ પીએમ ગણાતા તાલિબાન ખાન ઉર્ફે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાનખાન 13મી સપ્ટેમ્બરે શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પાટનગર મુઝ્ફ્ફરાબાદમાં એક રેલી કરવાના છે. આ રેલીમાં જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો પર પાયાવિહોણા આરોપ લગાવીને પાકિસ્તાનમાં ઉશ્કેરણી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કાગારોળ મચાવવાનો ઈરાદો ધરાવે છે.

Exit mobile version