Site icon hindi.revoi.in

કાશ્મીરમાંથી કલમ-370 ગેરબંધારણીય રીતે હટાવાઈઃપ્રિયંકા ગાંધી

Social Share

જમ્મુ-કાશ્મીરમાથી કલમ-370 હટાવ્યા બાદ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાઁધીએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન પોતાની પાર્ટીને ટેકો પતા કહ્યું કે “આ સંપૂર્ણ રીતે ગેર બંધારણીય છે.પ્રિયંકા ગાંધીએ મંગળવારના રોજ નિવેદન આપ્યું હતુ કે, જે રીતે કાશ્મીરમાંથી કલમ-370 હટાવાઈ છે તે બાબત સંપૂર્ણપણે ગેરબંધારણીય છે” સાથે સાથે એમ પણ કહ્યું કે,આ બાબત લોકતંત્રના દરેક સિદ્ધાંતોની વિરુધ છે.

સોનભદ્રના ઉમ્ભા ગામમાં એક દિવસની મુલાકાતે આવનાર પ્રિયંકાએ મિડિયા સાથેની વાતચીતમાં પોતાની પાર્ટી લાઈનનો સાથ આપતા જણાવ્યું હતુ કે “આ ગેરબંધારણીય વાત છે,આમ કરવા માટે નિયમ બન્યો છે અને તે નિયમોનું પાલન થવું જ જોઈએ, પરંતુ 370 હટાવવાના મામલે આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. કોઈ પણ પ્રકારના કાનુનને અનુસર્યા વગર જ આ કલમ હટાવાઈ છે”.

કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાની બાબતે કેટલાક કોંગ્રેસના નેતાઓ એ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સમર્થન પણ આપ્યું છે, ત્યારે આ વાતને પણ પ્રિયંકાએ નકારી હતી, જો કે તે વાત હકીકત છે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ બાબતને ગેરબંધારણીય ગણાવી હતી,સાથે કહ્યું હતુ કે  આ બાબતમાં કોઈની પણ સલાહ કે સુચના લેવામાં નહોતી આવી,જો કે આ મુદ્દા પર કોંગ્રેસમાં પણ બે ભાગ પડેલા જોવા મળ્યા છે,કોંગ્રેસના કેટલાક નેતાઓ આ મુદ્દાને લઈને મોદી સરકારના પડખે ઊભા છે,જેમાં સોનિયા ગાંધીના નજદીકી એવા જનાર્દન દ્વિવેદીએ આ નિર્ણયને રાષ્ટ્રના હિતમાં ગણાવ્યો છે, જ્યારે કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિએ પણ આ વિષયમાં પોતાની પાર્ટી લાઈન છોડીને મોદી સરકારને સમર્થન આપ્યુ છે, ત્યારે વરિષ્ટ કોંગ્રેસના નેતા કર્ણ સિંહે પણ મોદી સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

Exit mobile version