- અર્નબ ગોસ્વામી 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં
- મુંબઈ કોર્ટમાં જમાનત અરજી પર આજે થઈ શકે સુનાવણી
- કાર્યવાહીમાં મોડૂ થતા એક રાત પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું
મુંબઈ:- રિપબ્લિક ટીવીના સંપાદક એવા અર્નબ ગોસ્વામીને બે લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરવા બાબતે 2 વર્ષ જુના મામલે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે, અર્નબની જમાનત રજીને લઈને આજે મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી શકે છે, બુધવારના રોજ તેમની ઘરપકડ કર્યા બાદ મોડી સાંજે તેમને અલીબાગ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતો.
અલીબાગ કોર્ટમાં 6 કલાક જેટલી સુવાનણી બાદ અર્નબને 14 દિવસ માટે કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો અટલે કે આવનારી 18 નવેમ્બર સુધી તે ન્યાયિક કસ્ટડીમાં રહેશે. આ સમગ્ર મામલે અર્નબ સાથે અન્ય બે આરોપી ફીરોજ મોહમ્મદ અને નિતેશ શારદાને પણ 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસની ક્સ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે અલીબાગ કોર્ટને અર્નબને 14 દિવસ રિમાન્ડ પર સોંપવા જણાવ્યું હતું, પરંતુ કોર્ટ એ જણાવ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં પુછપરછ કરવાની અનિવાર્યતા નથી. આ મામલે અર્નબના વકીલએ જણાવ્યું કે, આ અમારી એક મોટી જીત છે.
કોર્ટે ગોસ્વામીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ તેના વકીલ આબાદ પોંડા અને ગૌરવ પારકર એ જામીન માટે અરજી કરી હતી. વકીલ પોંડાએ કહ્યું હતું કે કોર્ટે પોલીસને પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને ગુરુવારે સુનાવણી માટે આ મામલે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહેતા અર્નબને પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું હતું.
સાહીન-