Site icon hindi.revoi.in

બાલાકોટમાં આતંકી ફરી સક્રીય થતા, શું ફરીવાર થશે એરસ્ટ્રાઈક?-સેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Social Share

આર્મી સીફ બિપિન રાવતે કહયું કે,પાકિસ્તાને આતંકી કેમ્પોને ફરી સક્રીય કર્યો છે,ચેન્નાઈના એક કાર્યક્રમમાં આર્મીના ચીફએ કહ્યું કે,ભારતે કરેલી એરસ્ટ્રાઈકે બાલાકોટને તોડી પાડ્યુ છે,પરંતુ છેલ્લા આઠ મહિનાઓથી પાકિસ્તાન આ સ્થળે ફરી આતંકી હરકતો કરવા લાગ્યું છે, ઉલ્લેખનીય છે કે,26 ફેબ્રારીના રોજ ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી,આ એરસ્ટ્રાઈકમાં અનેક આતંકીઓ કેમ્પ નષ્ટ થયા હતા.

આર્મીના ચીફને જ્યારે પુછવામાં આવ્યું, કે શું આ વખતે પણ ભારતીય સેના એરસ્ટ્રાઈક કરશે,તો તેમણે કહ્યું, “અમે એરસ્ટ્રાઈકનું જ પુનરાવર્તન શા માટે કરીયે,તેનાથી આગળ શા માટે ન જઈ શકીએ,આર્મી ચીફે કહ્યું કે,ભારતીય સેનાએ સરહદ પર પુરી તૈયારી કરી છે,આ સિવાય નિયંત્રણ રેખા પર વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે”

આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન ભારતમાં ઘુસણખોરી કરવા માટે સીઝફાયરના નિયમો તોડે છે, પરંતુ આ પરિસ્થિતિઓ સામે કઈ રીતે પહોંચી વળવું તે આપણે જાણીએ છીએ. ચેન્નાઇમાં જનરલ બિપિન રાવતે કહ્યું કે,આપણી સેનાને ખબર છે કે કઈ રીતે  પોઝીશન લેવી અને કેવી કાર્યવાહી કરવી,અમે  લોકો એલર્ટ છીએ અને અમે નિર્ણય કરીશું કે ઘૂસણખોરીની મોટાભાગની બનતી ઘટનાઓને કઈ રીતે નાબૂદ કરવી જોઈએ.

સેનાના પ્રમુખે સીમા પર તણાવયૂક્ત માહોલને લઈને પણ નિવેદન આપ્યું છે,સેનાએ કહ્યું કે,આપણી ઉત્તર અને પશ્વિમની સરહદ પર તણાવનું વાતાવરણ છે.આપણા પાડોશીઓ સાથેનો સંબંધ સારો નથી. આવી સ્થિતિમાં અમને સેનાનું નેતૃત્વ કરવામાં સક્ષમ નેતાઓની જરૂર છે. સેના પ્રમુખે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના બંને દેશોને નિશાન બનાવ્યા હતા.

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે વધુમાં કહ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા નથી હોતો. ફક્ત જીત હોય છે. અમને સેનામાં એવા નેતાઓની જરૂર છે, જે કહે છે કે મને ફોલૉ કરો, પણ હવે આગળ વધો. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં સાયબર વોર થશે અને અમને એવા નેતાઓની જરૂર છે જે આ બાબતે ઠોસ નિર્ણય લઈ શકે”.

તેમણે તેમની વાત આગળ વધાવતા વધુમાં જણાવ્યું હતુ કે,દરેક દેશે પોતાની સરહદોને સુરક્ષિત રાખવી પડશે. ઉત્તર અને પશ્ચિમના મોરચે આપણી પાસે અનિશ્ચિત સીમાઓ છે. આપણે ખાતરી કરવી જોઈએ કે ત્યાં કોઈ ઘુસણખોરી ન થાઈ. આપણા પશ્ચિમી પાડોશી રાજ્યો પ્રાયોજિત આતંકવાદને વધારો આપી રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

Exit mobile version