Site icon hindi.revoi.in

પશ્ચિમી સરહદે મારક ક્ષમતા વધારશે ભારતીય સેના, પાકિસ્તાન બોર્ડર પર તેનાત થશે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ

Social Share

નવી દિલ્હી: બાલાકોટ સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધાવાની છે. ભારત કેટલાક મહીનાઓની અંદર પશ્ચિમી સરહદ પર પોતાની મારક ક્ષમતા વધારવા જઈ રહી છે. તેના માટે ભારતીય સેના પાકિસ્તાન બોર્ડર પર ત્રણ નવા ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ એટલે કે આઈબીજી તેનાત કરવા જઈ રહી છે. આ ગ્રુપ યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં ઘણી ઝડપથી પ્રહાર કરવા સક્ષમ હશે.

ભારતીય સેનાએ પોતાના ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની ટ્રાયલ યુદ્ધાભ્યાસ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. વાયુશક્તિ, ભૂમિ સેના સહીત યુદ્ધ માટે તમામ જરૂરી શક્તિઓથી આઈબીજી સજ્જ હશે. તેની સાથે આ આઈબીજીમાં સેનાના વિભિન્ન એકમો પણ સામેલ હશે.

ટોચના સૈન્ય સૂત્રોનું માનીએ તો ભારતીય સેનાએ ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ આઈબીજીની સંપૂર્ણ મારક ક્ષમતા સાથે કામ કરવા માટે સક્ષમ હશે. આ વર્ષે ઓક્ટોબર સુધી તેને સીમા પર તેનાત કરી દેવામાં આવશે.

સૂત્રો પ્રમાણે, સમગ્ર ચર્ચા બાદ આનો પ્રસ્તાવ સેના મુખ્યમથકથી મંજૂર થઈ ગયો છે. હવે આખરી મંજૂરી માટે પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલયની પાસે ગયો છે. પાકિસ્તાનની સીમા પર સફળતાપૂર્વક તેનાતી બાદ આઈબીજીને ચીનની સીમા પર પણ તેનાત કરવામાં આવશે.

યુદ્ધની સ્થિતિમાં દુશ્મનોની સીમામાં સેનાની ટુકડીઓને ઝડપથી મોકલવા અને તીવ્ર કાર્યવાહીના ઉદેશ્યથી ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ એટલી ઝડપથી કાર્યવાહી કરશે કે દુશ્મનોને બચવાનો મોકો મળશે નહીં. આઈબીજી નાનું હશે અને યુદ્ધ માટે જરૂરી તમામ હથિયાર અને સૈનિકોથી સજ્જ હશે. તેની સાથે વાયુશક્તિ,ભૂમિસેના, બખ્તરબંધ વાહનો તમામ શસ્ત્રસરંજામ હશે. આઈબીજીની પાસે આઠથી 10 બ્રિગેડ હશે. દરેક બ્રિગેડમાં ત્રણથી ચાર બટાલિયન હશે અને દરેક બટાલિયનમાં 800 સૈનિકો હશે.

મહત્વપૂર્ણ છે કે 15મી જાન્યુઆરીના રોજ સેના દિવસ પહેલા પત્રકાર સંમેલનમાં ભૂમિસેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ હતુ કે આઈબીજીનું પરીક્ષણ મે માસમાં યુદ્ધાભ્યાસ દરમિયાન હશે. બાદમાં તેને શરૂ કરવામાં આવશે. તેનો ઉદેશ્ય સેનાની મારક ક્ષમતામાં વધારો કરવાનો છે.

Exit mobile version