Site icon hindi.revoi.in

કાશ્મીરના અનંતનાગમાં સેનાએ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી- આ માધ્યમથી અનેક લોકો સાથે જોડાશે

Social Share

જમ્મુ-કાશ્મીર આમ તો દેશનું સ્વર્ગ ગણવામાં આવે છે, પરંતુ આ એવું સ્થળ છએ કે જે આતંકીઓની આંખમાં હંમેશા ખૂચતું આવ્યું છે, ત્યારે સેના અહી સતત ખડે પગે લોકોની રક્ષામાં જોડાયે છે, સમાજના દરેક વર્ગે સેના દ્વારા રક્ષણ આપવામાં આવે છે, ત્યારે હવે સાઉથ કશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં સેના થકી એક બીજુ સામાજિક કાર્ય પાર પાડવામાં આવ્યું છે,આ કાર્યનો હેતું સમાજના દરેક વર્ગના લોકોને જોડવાનો છે.

ભારતીય સેનાએ આ હેતુસર એક રેડિયો સ્ટેશનની સ્થાપના કરી છે.આ રેડિયો સ્ટેશન થકી સમાજના દરેક જુદા જુદા વર્ગોને જોડાવાના પ્રયત્નો કરવામાં આવશે,રાબતા 90.8 ને ભારતીય લશ્કરોએ ‘દિલ સે દિલ તક ’ નામ આપ્યું હતું. આ કાર્ય।ક્રમો ખાસ હેતું સેથાનિક યુવાઓને સાચા માર્ગે દારવાનો છે તે સાથે જ રાષ્ટ્રીય સેવામાં જોડાવવા માટે પ્રેરણા આપતો આ કાર્।ક્રમ ચટાલુ કરાશે, અર્થાત સ્થાનિક યુવાનોને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયત્ન રૂપે આ પગલું લેવાયું હોવાનું સેના દ્વારા જાણવા મળ્યું છે.

ભારતીય સેનાના આ રેડિયો સ્ટેશન શરુ કરવા બાબતે ભારતીય લશ્કરના કમાન્ડર વન સેક્ટર આરઆર બ્રિગેડિયર વિજય મહાદેવને જણઆવ્યું હતું કે, અનંતનાગ માટે આ એક ઐતિહાસિક ક્ષણ ગણાશે, વિતેલી કાલે એટલે કે બુધવારના રોજ અનંતનાગ શહેરથી 20 કિલોમીટરની દૂરીએ લશ્કરના હાઇ ગ્રાઉન્ડ કેમ્પમાં આ રેડિયો સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જે રેડિ।યો સ્ટેશન લોકોનું અને લોકો માટે કાર્યરત રહેશે, જે સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી આસપાસની જનતાને અનેક કાર્યક્રમો થકી મનોરંજન પુરુ પાડશે.સાથે સાથે સ્થઆનિક યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત હશે.આ રેડિયો સ્ટેશનમાં અનેક મનોરંજનથી ભરપુર કાર્યક્રમો શરુ કરાશે.

સાહીન-

Exit mobile version