Site icon hindi.revoi.in

સેનાની જાસૂસી કરતો પકડાયો અસલમ અંસારી, કોડવર્ડ- “જે ટાસ્ક આપવામાં આવશે તે કામ કરીશું”

Social Share

સંવેદનશીલ ગણાતા યુપીના બરેલીના સૈન્ય છાવણી વિસ્તારમાંથી મિલિટ્રી ઈન્ટેલિજન્સે એક શકમંદ યુવકને ઝડપી પાડયો છે. તેનું નામ અસલમ અંસારી છે. તેની પાસેથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી છે.

દૈનિક જાગરણમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સોમવારે રાત્રે સાત વાગ્યે કેન્ટ રોડ ત્રણ રસ્તા પર એક યુવક સડક કિનારે બેસીને ડ્રોઈંગ કરી રહ્યો હતો. શંકા જતા ત્યાં ફરી રહેલા કેટલાક યુવકોએ તેને ઘેરી લીધો હતો.

જાણકારી મળવા પર મિલિટ્રી ઈન્ટેલિજન્સ ઘટનાસ્થળે પહોંચી અને યુવકની તલાશી લેવામાં આવી. તેની પાસેથી કંપાસ, નક્શો જેવી ચીજો મળી હતી. ઉર્દૂ અને હિંદીમાં અલગ-અલગ લખેલી ચીજો પણ મળી અને કેટલાક કોડવર્ડ્સ પણ હતા. ઉદાહરણ તરીકે જે ટાસ્ક આપવામાં આવશે તે કામ કરીશું.

પૂછપરછ દરમિયાન તેણે ગેરમાર્ગે દોરવાની પણ કોશિશ કરી હતી. ક્યારેક બદાયૂં જવાની વાત કહી, તો ક્યારેક દિલ્હી જવાની તેણે વાત કરી હતી. પ્રત્યક્ષદર્શીઓની સાથે સૈન્ય અધિકારીઓને પણ એવું લાગ્યું જાણે કે તેની હરકતો કોઈ તાલીમબદ્ધ જાસૂસ જેવી હતી.

પ્રત્યક્ષદર્શીઓનું તે એવું પણ કહેવું છે કે તે ઘણાં સમય સુધી અલગ-અલગ નિવેદન આપીને ટીમને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. લાંબી પૂછપરછ બાદ ખુલાસો થયો કે તે બિહારનો વતની છે. પરંતુ જ્યારે પોલીસે તેના ઘરનો નંબર માંગ્યો તો ગોળગોળ વાત કરવા લાગ્યો  હતો. ઘણાં સમય બાદ તેણે એક દરજીનો નંબર આપ્યો, તેના દ્વારા અસલમના પિતા તૈયબ અંસારીનો નંબર ટીમને મળ્યો હતો.

ફોન કરવામાં આવ્યો તો અસલમના પિતા તૈય્યબે કહ્યુ કે તે બિહારના સીતામઢીનો વતની છે. તેના પુત્રની માનસિક હાલત ઠીક નથી. તેની સારવાર કરાવવા માટે તે બરેલી પહોંચ્યો હતો. રાત્રિ પસાર કરવા માટે તે ફૂટપાથ પર સુતો હતો અને તે વખતે તેનો પુત્ર ક્યાંક ચાલ્યો ગયો. જ્યારે વધુ શોધખોળ કરતા તેનો પુત્ર મળ્યો નહીં, તો તે દિલ્હી ચાલ્યો ગયો.

બાદમાં શકમંદને કેન્ટ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે પૂછપરછમાં તેણે અધિકારીઓ સાથે ઘણી ભાષામાં વાત કરી, જે સામાન્ય નથી. તેનું ઘણી ભાષાઓનું જાણકાર હોવું અને તેની પાસેથી મળેલા સામાનના આધારે તેની સચ્ચાઈ પર સવાલ ઉભો થયો છે. હવે સમગ્ર તપાસ બાદ જ નક્કી થઈ શકશે કે આખરે અસલમને હકીકતમાં બીમારી છે અથવા તો તેની વાસ્તવિકતાને છૂપાવવા માટે વાર્તા ઉભી કરવામાં આવી છે.

Exit mobile version