Site icon hindi.revoi.in

ચીન સામે લડવા ભારતીય સેના શસ્ત્ર સજ્જ – લદ્દાખ બોર્ડર પર સેનાને મળી ‘ઈગ્લા મિસાઈલ’

Social Share

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારત ચીનની સેના પર બાજ નજર રાખી રહ્યું છે. ચીનની કોઈ પણ પ્રકારની હરકતને પહોંચી વળવા માટે ભારતીય સેના સંપૂર્ણ સજ્જ છે,  ઈસ્ટર્ન લદ્દાખ બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે સેનાના જવાનોને ‘ઈગ્લા મિસાઈલ’ સાથે તૈનાત કરી દીધા છે. જો હવે દુશ્મન કોઈ પણ પ્રકારે દેશના એરસ્પેસમાં ઘુસણખોરી કરવાના પ્રયત્નો કરે છે તો તેમના નાપાક ઈરાદાને નષ્ટ કરવામાં સફળતા મળશે.

સેનાને મળેલી ‘ઈગ્લા મિસાઈલ’ના માધ્યમથી કોઈ પણ જવાન ખંભા ઉપરથી વાર કરી શકે છે, આ મિસાઈલ દ્વારા ફાઈટર હેલિકોપ્ટર અને હેલિકોપ્ટરને માત આપી શકે છે, સરકારી અધિકારીઓએ મીડિયા સાથે કરેલી વાતચીત આધારે જણાવ્યું હતું કે, ભારતીય સેનાના જવાનોને ‘ઈગ્લા મિસાઈલ’ સિસ્ટમ સોંપવામાં આવી છે જે દુશ્મનોને ભારતીય એરસ્પેસમાં આવતા રોકી શકશે.

આ મિસાઈલના માધ્યમથી દુશ્મન ક્ષેત્રનું કોી પણ વિમાન અથવા તો ડ્રોન જો ભારતીય સીમામાં ઘુસણખોરી કરે છે તો ઈગ્લા મિસાઈલ તેમના માટે મોટું જોખમ સાબિત થશે, આ મિસાઈલનો ઉપયોગ સામાન્ય રીતે વાયુસેના અને થલ સેના બન્ને દ્વારા કરવામાં આવે છે, તેનો ઉપયોગ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે કરવામાં આવે છે જે તેમને પાસે આવતા અટકાવી શકે છે.એ વાત તો હવે સ્પષ્ટ છે કે ભારતીય સેનાના જવાનો લદ્દાખ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની ચીની ચાલને વળતો પ્રહાર કરવા માટે સંપૂર્ણ તૈયાર છે, આ જ બાબત  બે દિવસ પહેલા જ સીડીએસ બિપિન રાવતે પણ જણાવી હતી

બિપિન રાવતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જો એલએસી પર વાતાઘાટને લઈને કોઈ ઉકેલ નહીં આવે તો સેનાના ઉપયોગ બાબતે વિચાર કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ગાલવાન વેલીની ઘટના બાદ ભારતીય અને ચીની સૈનાએ અનેક લેવલે વાત કરી છે, જોકે હજી સુધી તે બાબતે કોઈ નિર્ણય આવ્યો નથી.મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 15 જૂને ગાલવાન ખીણમાં બંને દેશોની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.

સાહીન-

Exit mobile version