- એલએસી પર સખ્ત ઠંડીમાં પણ સેના ખડેપગે
- અમેરીકા તરફથી ખાસ ગરમ વસ્ત્રો મોકલાયા
- સિયાચીન ક્ષેત્રમાં 90 હજાર સૈનિકો તૈનાત
નવી દિલ્હી-: ચીન સાથે પૂર્વી લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ લાઇન પર થયેલા સંધર્ષ વચ્ચે હવે ચીનની સામે ભીષણ ઠંડીનો સામનો કરવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે સેના સતત ચીનને માત આપવા ખડે પગે છે.ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને અમેરિકાએ ઠંડીમાં રક્ષણ મળે તે માટે ખાસ ગરમ વસ્ત્રો મોકલ્યા છે.
સરકારી અધિકારીઓ પાસે જાણવા મળતી પ્રમાણે , અમેરિકી સુરક્ષા દ્વારા કપરી ઠંડીમાં ઉપયોગમાં લેવામાં આવતા કપડાની એક ખેપ મોકલવામાં આવી છે. આ ગરમ કપડાનો ઉપયોગ સરહદ પર સૈનિકો કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે દર વર્ષે સિયાચીન ક્ષેત્રમાં ૬૦ હજાર જેટલા ગરમ કપડાનો સ્ટોક કરવામાં આવતા હોય છે પરંતુ ચાલુ વર્ષ દરમિયાન ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સૈનિકોની સંખ્યામાં વધારો થતાં 9૦ હજાર સૈનિકોની હાજરીના કારણે ગરમ કપડામાં ૩૦ હજાર સેટની અનિવાર્યતા છે, વધતી ઠંડીમાં સેનાના જવાનોને આ ગરમ વસ્ત્રો થી રક્ષણ મળી રહેશે .
ભારતે એલએસી પર બે વધારાના ડિવિઝન તૈનાત કર્યા છે, જે મેદાની અને પહાડી વિસ્તારોમાંથી બોલાવવામાં આ આવ્યાં છે. તેઓને ઘણાં વર્ષોથી ઉચ્ચ વિસ્તારના અભિયાનમાં તાલીમ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતને અમેરિકા તરફથી અનેક શસ્ત્રો મળી રહ્યા છે, જેમાં સ્પેશ્યલ ફોર્સિસ માટે અનેક એસોલ્ટ રાઇફલો તેમજ પાયદળના જવાનો માટે સિગ્સૌર એસોલ્ટ રાઇફલ્સનો સમાવેશ થાય છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલએસી પર તણાવની સ્થિતિ વચ્ચે ચીન પર વિશ્વાસ રાખવો યોગ્ય નથી, તેથી ભારે શિયાળા વચ્ચે લદ્દાખ બોર્ડર પર ભારતીય સૈન્ય દ્વારા ટકી રેહવાની તૈયારીઓ કરવામાં આવી છે.