Site icon Revoi.in

હારની સમીક્ષા માટે એકઠા થયેલા કોંગ્રેસીઓ એકબીજા સાથે બાખડ્યા, જુઓ વીડિયો

Social Share

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ઘણાં નેતાઓ એકઠા થયા હતા. અહેવાલ છે કે આ બેઠકમાં પશ્ચિમ યુપીના કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. અહેવાલોને સાચા માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ નેતાઓની બોલાચાલી થઈ છે.

જો કે જ્યારે કોંગ્રેસના નેતાઓને આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ કે આ તેમનો આંતરીક મામલો છે. કોંગ્રેસના નેતા માત્ર બેઠકમાં જ નહીં, પરંતુ પરિસરની બહાર પણ એકબીજા સાથે બોલાચાલી કરતા દેખાયા હતા. આના સંદર્ભેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસના નેતા કે. કે. શર્માએ કહ્યુ છે કે અમે લોકો અહીં સવારે દશ વાગ્યાથી છીએ, પરંતુ બેઠક બપોરે ત્રણ વાગ્યે થઈ હતી. ટોચનું નેતૃત્વ યોગ્ય વ્યક્તિ સ્થા વાત કર્યા વગર નિર્ણય લે છે. ચૂંટણી પરિણામો માટે તે જવાબદાર હોય છે. મે બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યુ કે મારે ગુલામ નબી આઝાદ વિરુદ્ધ ઘણી વાતો કહેવી છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને યુપીમાં સારું કરવાની આશા હતી. પરંતુ આમ થયું નહીં. કોંગ્રેસને યુપીમાં માત્ર એક બેઠક મળી. રાયબરેલીથી માત્ર સોનિયા ગાંધી જીતી શક્યા છે. તો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા.