Site icon hindi.revoi.in

આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને તંત્રની લાપરવાહીથી ખોરવાતો ભારતની અમૂલ્ય ધરોહર

Social Share

અમદાવાદ:  ભારતમાં અસંખ્ય ધરોહર છે કે જેની સાર-સંભાળ આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ અથવા સ્થાનિક તંત્ર લઈ રહ્યું છે, પણ હજું પણ કેટલાક એવા ધરોહર છે જેની આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ કે સ્થાનિક તંત્ર દ્વારા સંભાળ રાખવામાં આવતી નથી. ગામના સ્થાનિકોને તો આવા ઐતિહાસિક ઈમારતોની સાર-સંભાળ કરવી છે પણ આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવતું હોવાથી ગામવાસીઓ પણ તેની સાર સંભાળ કરી શકતા નથી.

આ ફોટો છે લેંબોજ માતાનાં મદિરનો કે જેને 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતુ અને સોલંકી રાજવંશ દ્વારા 17મી અને 18મી સદીમાં વધારે સારું બનાવવામાં આવ્યું હતુ.

આ દેલમાલ ગામમાં આવેલા મંદિરનો ઈતિહાસ જયસ્ટી બ્રાહ્મણ સમુદાય સાથે પણ જોડાયેલો છે અને દેલમાલમાં આવેલા તમામ લોકોની આસ્થા અને શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે.

તંત્ર અને આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટની લાપરવાહીના કારણે આ ઐતિહાસિક ધરોહર હાલ જોખમી સ્થિતિમાં છે અને તેને કોઈ પણ સમયે વધારે નુક્સાન પહોંચી શકે તેમ છે. આ ફોટાને જોઈને કહી શકાય કે ભારતનું અમૂલ્ય ઐતિહાસિક મંદિર અને તેનું બાંધકામ બિનટકાઉ લોખંડના પિલ્લર સાથે બાંધવામાં આવ્યું છે.

ભારતના ઐતિહાસિક મંદિર અને ધરોહરની કોઈ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. આજથી થોડા વર્ષો બાદ આવનારી પેઢીને જો ભારતના આ ઈતિહાસ વિશે જાણ ન હોય તો તેના પાછળ કોણ જવાબદાર હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો.

લેંબોજ માતાના મંદિરમાં અત્યારે એવી હાલત છે કે મંદિરના પિલ્લરો પણ તૂટી રહ્યા છે અને તેના પર પણ કોઈ કાળજી કે સાર સંભાળ લેવામાં આવતી નથી.

જે રીતે આ મંદિરની કોતરણી અને સજાવટ કરવામાં આવી છે તેને જોઈને તમને અંદાજ આવી ગયો હશે કે આ મંદિરની આ પ્રકારે કોતરણી કરવી સામાન્ય વાત રહી હશે નહી. 11મીં સદીમાં ભારતમાં આ પ્રકારના કલાકારો હતા જેમણે કેટલી મહેનતથી આ કલાકારી કરી હશે.

મંદિરને બનાવવામાં તો હજારો કલાકારની મહેનત રહી હશે પણ મંદિરના બની ગયા બાદ તેની સાચવણી પણ સ્થાનિક લોકોએ કરી હશે. હાલ જે રીતે મંદિરની હાલત થઈ છે તેને જોતા લાગે છે કે આર્કિઓલોજીકલ વિભાગ કરતા પણ વધારે સાચવણી કદાચ સ્થાનિકો કરી શકે છે.

Exit mobile version