Site icon hindi.revoi.in

આત્મ નિર્ભર ભારત – રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા DRDOની નવી ખરીદ નીતિને મંજુરી

Social Share

દિલ્લી: દેશમાં સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગની ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારે શસ્ત્ર ખરીદી નીતિમાં કેટલાક જરૂરી બદલાવ કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની આ નવી ખરીદી નીતિને મંજૂરી આપી દીધી છે.

રક્ષા મંત્રીએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, ‘નવી પ્રાપ્તિ નીતિ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તરફ એક મહત્વનું પગલું છે. આ અંતર્ગત ઘરેલું રક્ષા ઉદ્યોગોની ભાગીદારીની પ્રક્રિયાને વધૂ સરળ બનાવવામાં આવી છે. આ સાથે જ કંપનીઓની ડિઝાઇન અને વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓમાં આ ભારતીય કંપનીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

નવી નીતિના કેટલાક આવશ્યક પાસાઓમાં એડવાન્સ પેમેન્ટની મર્યાદામાં વધારો, પ્રથમ બોલી લગાવનારની પાછળ બીજી સૌથી ઓછી ન્યુનત્તમ બોલી લગાવનારને ઓર્ડર આપવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત,બાકી રકમ જમા કરાવવા માટેની બિડની સુરક્ષા જાહેર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સિવાય, ડિલિવરી અવધિના વિસ્તરણની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે જેથી ઝડપી નિર્ણય લેવામાં સુવિધા મળી રહે. આ સાથે ઉદ્યોગોની ભાગીદારી વધારવા માટે ઘણી અન્ય આંતરિક પ્રક્રિયાઓને પણ સરળ બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓની ખરીદી નીતિમાં આ પેહલા વર્ષ 2016માં બદલાવ થયો હતો, જો સૂત્રોની વાત માનવામાં આવે તો, કેન્દ્ર સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં 1.75 લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

_Sahin

Exit mobile version