Site icon hindi.revoi.in

રાજધાનીમાં પ્રદુષણ નિયંત્રણ અંગેના આયોગ ગઠનને મળી મંજુરી

Social Share

દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વાયુ પ્રદુષણને અટકાવવા માટેના ઉપાયો સિચનો સહીત નિરિક્ષણ કરવા માટેના વટહુકમને એક આયોગ ગઠન બનાવવા અંગેની મંજુરી આપવામાં આવી ચૂકી છે.

આ આયોગની રચનામાં આયોગની અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, એનસીઆર સાથે સંકળાયેલા રાજ્યોના પ્રતિનિધિઓ, સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ઇસરોના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવશે .

મળતી માહિતી પ્રમાણે આયોગ પર્યાવરણ પ્રદુષણ ઈપીસીએ ની જગ્યા લેશે, જેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં રાખવામાં આવશે, આ આયોગનું નિર્માણ થયા બાદ દરેક ટોસ્ક ફોર્સ, કમિટિ, એક્સપર્ટ ગૃપ તમામને નાબૂદ કરી દેવામાં આવશે, પહેલા વાયુ પ્રદુષણને લઈને બનેલી આ સમિતિઓ અને અન્ય લોકો સાથે સુમેળ નહોતો ત્યારે હવે આ આયોગ  થકી જ પ્રદુષણ સંબધી અનેક દિશા નિર્દેશ આદેશ જારી કરી શકાશે.

ઉલ્લેખનવીય છે કે, સુપ્રીમ કોર્ટ એ દિલ્હી એનસીઆરમાં હવા પ્રદુષણની ખરાબ અને ગંભીર શ્રેણીને લઈને ખુબ જ ચિંતા વ્યક્ત કરી હતી, આ સાથે જ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને અટકાવવા માટે અને તેમાં નિયંત્રણ લાવવા માટે એક ચોક્કસ કાયદો બનાવશે આ સાથે જ થોડા જ દિવસમાં એક પ્રસ્તાવ પણ રજુ કરશે, ત્યારે હવે વાયુ પ્રદુષણને અટકાવવા માટે એક સમિતિનું ગઠન કરવલાની મંજુરી મળી ચૂકી છે.

સાહીન-

 

Exit mobile version