Site icon hindi.revoi.in

કંગના રનૌત સાથેની ચાલી રહેલી જંગ વચ્ચે શિવસેનાના મુખ્ય પ્રવક્તા તરીકે સંજય રાઉતની નિયૂક્તી

Social Share

મહારાષ્ટ્રમાં તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સાથેના વિવાદ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને ફરીથી પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંજય રાઉત શિવસેનાનો મોટો ચહેરો છે જેઓ સતત ટીવી અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. આવી વિવાદક સ્થિતિમાં પણ પાર્ટીએ ફરી એકવાર સંજય રાઉતને મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપી દીધી છે.

સંજય રાઉત રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના મુખપત્ર શિવસેનાના કાર્યકારી સંપાદક પણ છે. સંજય રાઉત દ્વારા લખવામાં આવેલા લેખ, ટ્વિટ અને નિવેદનો સતત પાર્ટીના મુદ્દાઓને આગળ મૂકે છે અને કેટલીક વાર તેમાં વિવાદ પણ સર્જાય છે, તાજેતરમાં જ સંજય રાઉત અને કંગના રાનૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે, આ મામલે મુંબઇ પોલીસની કંગના એ ટીકા પણ કરી હતી, ત્યારબાદ સંજય રાઉતે તેની ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આ સમય દરમિયાન સંજય રાઉતએ અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં જંગ છેડાઈ ચૂકી છે.

જોકે, આ સમગ્ર બાબતો બાદમાં સંજય રાઉતે કહ્યું હતું કે, તેમનો અર્થ અપશબ્દો બોલવાનો નહોતો, જો કે બન્ને વચ્ચે શાબ્દીક યુદ્ધ યથાવત જોવા મળી રહ્યું છે, આ મામલે શિવસેનાના નેતાએ કહ્યું કે, જો કંગના મહારાષ્ટ્રની માફી માંગશે તો તેના પાસે અમે પણ માફી માંગવાનું વિચારી શકીએ છે. સંજય રાઉત સિવાય શિવસેનાએ બીજા ઘણા નેતાઓને પ્રવક્તા બનાવ્યા છે. જેમાં લોકસભાના સાંસદ અરવિંદ સાવંત, ધૈર્યશીલ માને, રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઉદય સામંત, અનિલ પરબ, ગુલાબરાવ પાટીલ, સુનિલ પ્રભુ, પ્રતાપ સરનાયક અને કિશોરીને પ્રવક્તા તરીકે નિમવામાં આવ્યા છે.ત્યારે હવે જોવું રહ્યું કે શિવસેનાના પ્રવક્તા નિમાયા બાદ પણ કંગના અને શિવસેના વચ્ચેની શાબ્દીક જંગ શાંત પડે છે કે પછી વિવાદે ચઢે છે.

સાહીન-

Exit mobile version