Site icon hindi.revoi.in

એમેઝોન પ્રાઇમ વીડીયોએ કરી ફિલ્મ નિશબ્દમની ઘોષણા, અનુષ્કા શેટ્ટી અને આર માધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

Social Share

અનુષ્કા શેટ્ટી અને આર માધવન સ્ટાર – નિશબ્દમ ફિલ્મમાં સાથે જોવા મળશે. એમેઝોન પ્રાઇમ વીડીયોએ આજે આ ફિલ્મની ઘોષણા કરી. આ ફિલ્મ તેલુગુ, તમિલ અને મલયાલમમાં રિલીઝ થશે, તેનું નામ નિશબ્દમ એટલે કે સાઈલેન્સ છે. આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે જે મૂંગી અને બહેરા કલાકાર અને તેના સેલિબ્રિટી-સંગીતકાર પતિ અને તેની બેસ્ટ ફ્રેન્ડના અચાનક ગાયબ થવા પર હરતી-ફરતી છે.

સસ્પેન્સ થ્રિલરમાં અનુષ્કા શેટ્ટી, આર માધવન અને અંજલી મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે શાલિની પાંડે, સુબ્બારાજુ અને શ્રીનિવાસ અવાસરાલા પણ મુખ્ય રોલ નિભાવતા નજરે પડશે. આ ફિલ્મથી માઈકલ મેડસેન એ ભારતીય સિનેમામાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર ભારતના પ્રાઈમ મેમ્બરમાં અને 200થી વધુ દેશો અને પ્રદેશોમાં જોઇ શકાય છે.

14 વર્ષ પછી આર માધવન અને અનુષ્કા શેટ્ટી સાથે મળીને સ્ક્રીન શેર કરશે. દિગ્દર્શક હેમંત મધુકરે કહ્યું, “અમે આ પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારથી જ ચાહકોનો ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અમે કેટલીક શ્રેષ્ઠ ભારતીય પ્રતિભાઓ દ્વારા ભજવાયેલી આ મહત્વાકાંક્ષી વાર્તાને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છીએ. ફિલ્મનું તેલુગુ અને તમિલ બંનેમાં સમાંતર રીતે શૂટિંગ કરવામાં આવ્યું હતું – 200 દેશો અને પ્રદેશોમાં એમેઝોન પ્રાઇમ વીડીયો પર વૈશ્વિક પ્રકાશન સાથે અમે ફિલ્મ દર્શકોને દુનિયામાં લઈ જવા બદલ ખુશ છીએ.

_Devanshi

Exit mobile version