પંજાબ નેશનલ બેંક ગોટાળામાં આરોપી મેહુલ ચોકસીને ઝડપથી ભારત પાછો લાવવામાં આવશે. તે અત્યાર સુધી એન્ટિગુઆમાં વસવાટ કરતો હતો. પરંતુ ત્યાંના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યુ છે કે તે જલ્દીથી મેહુલ ચોકસીની નાગરીકતાને રદ્દ કરવાના છે. તેમના પ્રમાણે ભારત તરફથી સતત આને લઈને દબાણ બનાવાઈ રહ્યું હતું.
તેની સાથે જ મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો પણ સાફ થઈ જશે. પીએનબી ગોટાળા હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોકસી પર 13 હજાર કરોડ રૂપિયાના ગબનનો આરોપ છે. આ મામલો 2018માં સામે આવ્યો હતો. ત્યારથી વિપક્ષ આ મુદ્દે મોદી સરકારની રાજકીય ઘેરાબંધી કરે છે.
એન્ટિગુઆના વડાપ્રધાન પ્રમાણે, મેહુલ ચોકસીને પહેલા અહીં નાગરિકતા મળી હતી. પરંતુ હવે તેને રદ્દ કરાઈ રહી છે અને ભારત પ્રત્યાર્પિત કરાઈ રહ્યો છે. અમે કોઈપણ આવા વ્યક્તિને પોતાના દેશમાં રાખવામાં આવશે નહીં, જેના પર કોઈપણ પ્રકારનો આરોપ લાગ્યો હોય.
વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન પ્રમાણે, હવે એન્ટીગુઆમાં મેહુલ ચોકસી પર કોઈપણ પ્રકારના કાયદાકીય માર્ગ બચ્યો નથી કે જેનાથી તે બચી નીકળે. માટે તેનું ભારત પાછા જવું લગભગ નક્કી છે.
તેમણે કહ્યુ છે કે અત્યારે મેહુલ ચોકસી સાથે જોડાયેલો આખો મામલો કોર્ટમાં છે. માટે અમારે પુરી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યુ છે કે તેમણે આને લઈને બારત સરકારને સંપૂર્ણ જાણકારી આપી દીધી છે. જો કે મેહુલ ચોકસીને તમામ કાયદાકીય પ્રક્રિયા પુરી કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે તેની પાસે કોઈપણ કાયદાકીય વિકલ્પ બચશે નહીં, તો તેને ભારત પ્રત્યાર્પિત કરી દેવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદીના મામલા પર મોદી સરકાર સતત વિપક્ષના નિશાને રહી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન સતત આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ હવે જો મેહુલ ચોકસીની વાપસી થાય છે, તો તે મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી મોટી કામિયાબી માની શકાય છે.
મેહુલ ચોકસીને ઘણીવાર સરકાર, એજન્સીઓ અને અદાલત તરફથી સમન મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેણે દરેક વખતે આવવાનો ઈન્કાર કર્યો હતો. મેહુલ ચોકસીનો તર્ક હતો કે જો તે હિંદુસ્તાન આવશે, તો તેનું લિંચિંગ કરી દેવામાં આવશે. જો કે હવે જ્યારે એન્ટીગુઆએ જ તેની નાગરીકતાના રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે, તો તેને ભારત પાછા આવવું જ પડશે.