1. Home
  2. revoinews
  3. અમેરિકામાં ચીન વિરોધી વંટોળ, ભારતીય, તિબેટિયન અને તાઈવાન મુળના અમેરિકન લોકોએ યોજી રેલી
અમેરિકામાં ચીન વિરોધી વંટોળ, ભારતીય, તિબેટિયન અને તાઈવાન મુળના અમેરિકન લોકોએ યોજી રેલી

અમેરિકામાં ચીન વિરોધી વંટોળ, ભારતીય, તિબેટિયન અને તાઈવાન મુળના અમેરિકન લોકોએ યોજી રેલી

0

અમદાવાદ: ચીન અને તેની કાળી વિસ્તારવાદી નીતિથી વિશ્વના ઘણા બધા દેશો પરેશાન છે અને તેના વિરુદ્ધ હવે લોકોનો વિરોધ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારત તથા અન્ય દેશોમાં તો ચીન વિરોધી માહોલ તો છે ત્યારે અમેરિકામાં રહેતા કેટલાક દેશના લોકોએ ચીનના વિરોધમાં રેલી કાઢી હતી.

અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા ટાઈમ્સ સ્કવેર ખાતે ભારતીય, તાઈવાન અને તિબેટિયન મૂળના અમેરિકન નાગરિકોએ ચીનના વિરોધમાં રેલી યોજી હતી અને રેલીમાં બોયકોટ ચીનના નારા લગાવ્યા હતા.

આ લોકોમાં એટલો ગુસ્સો હતો કે તેમને સંક્રમણ સંબંધી ચેતવણી આપ્યા છતા ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. જોકે છેલ્લા અમુક દિવસોથી અમેરિકાના અન્ય શહેરોમાં પણ ચીન વિરોધી પ્રદર્શન જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોના હાથમાં ભારત, તાઈવાન અને તિબેટના ઝંડા જોવા મળ્યા હતા. અહીં અમુક લોકોએ ચીનની પ્રોડ્ક્ટસનો બોયકોટ પણ શરૂ કરી દીધો છે.

ભારતીયોના સંગઠન અમેરિકન ઈન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રેસિડન્ટ જગદીશ શેવાણીએ કહ્યું- ચીને ભારતીય સૈનિકો પર હુમલો કરીને તેમનો અસલી ચહેરો દેખાડી દીધો છે. તેઓ માત્ર ભારતને જ નહીં, પરંતુ ઘણાં દેશોને પરેશાન કરી રહ્યા છે.

જો કે તેમાં કોઈ સંદેહ નથી કે ચીન પોતાના દેશના નાગરિકો માટે પણ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ત્યાંના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોના અધિકાર છીનવી લેવામાં આવી રહ્યા છે. પ્રદર્શનમાં આવેલા તિબેટિયનોનું કહેવું છે કે, ચીનના કારણે તેમની સંસ્કૃતિ સામે જોખમ ઉભુ થયું છે. હજારો લોકોને જેલમાં રાખવામાં આવે છે. તિબેટીયન નેતા દોર્જી તેસ્તેને કહ્યું- અમે ભારત અને અમેરિકાને અપીલ કરીએ છીએ કે તેઓ ચીનને ટક્કર આપે. ચીન પર સમયસર કાબુ મેળવવો જરૂરી છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.