પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એક પછડાટ મળી છે. આજે એફએટીએફ દ્વારા તેનો દરજ્જો ઘટાડીને તેને બ્લેકલિસ્ટેડ દેશોની યાદીમાં સ્થાન આપ્યું છે.
એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા પાકિસ્તાનને માપદંડો પુરા કરવામાં નિષ્ફળ જવાને કારણે તેના ફોલો અપ લિસ્ટ કે જેને બ્લેકલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમા સામેલ કર્યું છે.
40માંથી 32 માપદંડો પૂર્ણ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે.
સતત કોશિશો છતાં પાકિસ્તાન 41 સદસ્યોના એશિયા પેસિફિક ગ્રુપને તેના સાથે સંબંધિત એકપણ માપદંડને અપગ્રેડ કરાવવા માટે મનાવી શક્યું ન હતું.
ઓક્ટોબર-2019માં એફએટીએફના 27 પોઈન્ટ એક્શન પ્લાનની 15 માસની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, ત્યારે પાકિસ્તાને તેના બ્લેકલિસ્ટમાં આવી જાય નહીં તેના તરફ પોતાની કોશિશોને કેન્દ્રીત કરી છે.