Site icon hindi.revoi.in

આરોગ્ય સેતુ એપના નામે બીજી એક સિદ્ધિ નોંધાઈ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે બનાવવામાં આવેલી આરોગ્ય સેતુ એપના નામે બીજી એક સિદ્ધિ નોંધાઈ છે. આરોગ્ય સેતુ વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલ કોન્ટેક્ટ-ટ્રેસીંગ એપ્લિકેશન બની છે.

સેંસર ટાવર સ્ટોર ઈન્ટેલિજન્સના સંશોધન મુજબ, માર્ચ 2020 પછી 13 દેશોના 173 મિલિયન લોકોએ વિવિધ કોવિડ -19 કોન્ટેક્ટ-ટ્રેસીંગ એપ ડાઉનલોડ કરી છે અને ભારતની આરોગ્ય સેતુ એપ્લિકેશન 127.6 મિલિયન ડાઉનલોડ સાથે ટોચ પર છે.

આરોગ્ય સેતુ બાદ 11.1 મિલિયન ડાઉનલોડ સાથે એપ તુર્કીની હયાત ઇવ સિયાર એપ બીજા ક્રમે અને 10.4 મિલિયન ડાઉનલોડની સાથે જર્મનીનું કોરોના-વોર્ન-એપ ત્રીજા ક્રમે છે, આ અભ્યાસ 20 મિલિયન કે તેથી વધુની વસ્તી ધરાવતા 13 દેશોમાં સરકાર દ્વારા સપોર્ટેડ કોન્ટેક્ટ-ટ્રેસીંગ એપ્લિકેશનોમાં કરવામાં આવ્યો હતો. જેમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, પેરુ, ફિલિપાઇન્સ, સાઉદી અરેબિયા, થાઇલેન્ડ, તુર્કી અને વિયેટનામનો સમાવેશ થાય છે.

આશરે 13 અબજ લોકોની સંયુક્ત વસ્તીવાળા આ 13 દેશોના કુલ 173 મિલિયન લોકોએ સરકાર દ્વારા સમર્થિત કોન્ટેક્ટ-ટ્રેસીંગ એપ ડાઉનલોડ કરી. એપ્લિકેશનમાં વસ્તીની દ્રષ્ટિએ 4.5 મિલિયન યુનિક ઇન્સ્ટોલની સાથે ઓસ્ટ્રેલિયાની COVIDSafe એપ અડોપશન રેટના મામલામાં સોથી વધુ છે. અડોપશન રેટના મામલામાં ભારત (12.5%) ચોથા ક્રમે છે. એપ્રિલમાં ભારતની આરોગ્ય સેતુ એપનું ડાઉનલોડ વધ્યું હતું અને એપ સ્ટોર અને ગૂગલ પ્લે પરથી અંદાજીત 80.8 મિલિયન ડાઉનલોડ પ્રાપ્ત થયા હતા.

2 એપ્રિલે થઈ હતી લોન્ચ

મહત્ત્વની વાત એ છે કે આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલના રોજ લોન્ચ થઈ હતી અને તેના લોન્ચ થયાના 13 દિવસની અંદર તેને 50 મિલિયન ડાઉનલોડ આંકને પાર કરી દીધી હતી. હવે તે 127.6 મિલિયન ડાઉનલોડ સાથે વિશ્વની સૌથી વધુ ડાઉનલોડ થયેલ કોન્ટેક્ટ-ટ્રેસીંગ એપ્લિકેશન બની ગઈ છે.

(Devanshi)

Exit mobile version