Site icon hindi.revoi.in

CSKની ટીમને બીજો ફટકો – હરભજન સિંહ પણ નહી રમે આઈપીએલ-2020

Social Share

ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો એક મોટો ફટકો પડ્યો છે. થોડા સમય પહેલા જ બલ્લેબાજ સુરેશ રૈનાએ આઈપીએલમાંથી પીછેહઠ કરી હતી અને ત્યાર બાગ હવે ઓફ સ્પિનર ​​હરભજન સિંહ પણ આ વર્ષેની આઈપીએલ ટૂર્નામેન્ટમાં દર્શકોને રમતો જોવા મળી શકે નહી. જો કે, સીએસકે દ્વારા હજી સુધી સત્તાવાર રીતે કોઆ પ્રકારનું નિવેદન અપાયું નથી તો બીજી તરફ હરભજ એ પોતે પણ આ વિશે ચોક્કસ કઈ કહ્યું નથી.

મળતી માહિતી મુજબ હરભજનસિંહે અંગત કારણોસર આઈપીએલ 2020 થી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હોવાના મસાચાર વાયરલ થયા છે. 40 વર્ષના અનુભવી સ્પિનર ​​હરભજન સિંહે તેની આઇપીએલની કારકિર્દીમાં કુલ 160 મેચ રમી ચૂક્યા છે. તેઓ આ સમગ્ર સમયગાળા દરમિયાન 26.44 ની એવરેજથી 150 વિકેટ ઝડપી પાડી હતી. તેનો ઇકોનોમી રેટ 7.05 રહ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ પાસે હરભજન સિવાય પણ 3 મુખ્ય સ્પિનર છે, આ 3મા ઈમરાન તાહીર, મિશેલ સેન્ટનર અને લેગ લ્થિનર પીયૂષ ચાવલાનો સમાવેશ થાય છે, હરભજન સિંહ પહેલા સુરેશ રૈનાએ પણ આઈપીએલમાં પીછે હટ કરી છે, ત્યાર બાદ ફ્રોન્ચાઈઝી અને રૈના વચ્ચે તણાવ સર્જાયેલો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલમાં હરભજનસિંહે 16 વિકેટ લીધી હતી. હરભજન સિંહ આઈપીએલના ઇતિહાસમાં સર્વોચ્ચ વિકેટની દ્રષ્ટિએ ત્રીજુ સ્થાન ધરાવે છે. આઈપીએલમાં લસિથ મલિંગાએ 170 વિકેટ લીધી છે, અમિત મિશ્રાએ 157 અને ભજ્જીએ 150 વિકેટ લીધી છે.

સાહીન-

Exit mobile version