Site icon hindi.revoi.in

દયાભાભી બાદ હવે આ એક્ટ્રેસ છોડી શકે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’

Social Share

અમદાવાદ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો લોકપ્રિય શો છે. 28 જુલાઈના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પૂર્ણ થયા છે. ટીવી પર ફરીથી આ શોની વાપસી થઇ ગઈ છે. પરંતુ શો માટે કેટલીક મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે. હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે. શોમાં અંજલિ મહેતાની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ આ શો છોડી શકે છે. આ શોમાં નેહા મહેતા તારક મહેતાની પત્ની અંજલિ મહેતાની ભૂમિકામાં છે.

અંજલિનો રોલ કરનારી નેહા મહેતા શરૂઆતથી જ આ શોમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નેહા મહેતાએ શો છોડવાની વાત મેકર્સને કહી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેહા મહેતા કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે શો માટેના સેટ પર નવા એપિસોડ્સ સુધી પહોંચી શકતી નથી. તારક મહેતાની ટીમે 10 જુલાઈથી મુંબઇ સ્થિત સેટ પર શૂટિંગ શરૂ કરી દીધું છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા ખૂબ જ ખાસ રહી છે. શોની શરૂઆતથી જ તે તારક મહેતાની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. સાથે જ એટીએમ સ્પેશિયલ હેલ્થ ડાયેટને લઇને પણ અંજલિની તારક મહેતા સાથે તકરાર થતી રહે છે

આ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણસિંહે પણ આ શો છોડી દીધાના સમાચાર આવ્યા હતા. જો કે આ શોના નિર્માતા અસિત મોદીએ તેને અફવા ગણાવી હતી અને આવી કોઈ પણ રિપોર્ટને ફગાવી દીધી હતી

(Devanshi)

Exit mobile version