Site icon hindi.revoi.in

આંઘ્ર પ્રદેશના સીએમ રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

Social Share

આઘ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ મંગળવારના રોજ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યો સાથે સંબધિત અનેક મુદ્દાઓ પર વાતચીત પણ કરી હતી, આ વાતચીતના મુદ્દાઓમાં પોલાવરમ સિંચાઈ પરિયોજના માટે નાણાં મેળવવાની બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

વાયએસઆર કોંગ્રેસમાં સામેલ થયાની અનેક અટકળો વચ્ચે 8 મહિનાના લાંબા સમયગાળા બાદ રેડ્ડી અને પીએમ મોદી વચ્ચે આ ખાસ બેઠકનું આયોજન થયું છે.સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠક 40 મિનિટ સુધી ચાલી હતી. જેમાંસ્ટીલ પ્લાન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી અંગે ચર્ચા કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશએ પોલાવરમ પ્રોજેક્ટ અને કુર્નુલ જિલ્લામાં હાઈકોર્ટની સ્થાપના માટે રૂ .10 હજાર કરોડ અને બાકી રૂ .3,250 કરોડની મહેસૂલી ગ્રાન્ટ મુક્ત કરવા મોદીને અનુરોધ કર્યો હતો.

વડા પ્રધાન મોદીને મળ્યા બાદ રેડ્ડી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને તેલંગાણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે કૃષ્ણ ગોદાવરી નદીના પાણીની વેહંચણી મુદ્દે વાતચીત કરશે.

સાહીન-

Exit mobile version