Site icon hindi.revoi.in

આનંદીબહેન પટેલની યુપીના ગવર્નર તરીકે બદલી, લાલજી ટંડન એમપીના રાજ્યપાલ

Social Share

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલની બદલી કરીને તેમને ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર તરીકે જગદીપ ધનખડ અને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે રમેશ બૈસની નિયુક્તિ કરવામાં આવી છે.

બિહારના ગવર્નર લાલજી ટંડનની બદલી કરીને તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ તરીકે ફાગુ ચૌધરી, નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે આર. એન. રવિની નિયુક્તિ કરવામાં આવી છે.

નવી નિયુક્તિ નીમવામાં આવેલા રાજ્યપાલો દ્વારા ચાર્જ લેવાની તારીખથી અમલમાં આવશે.

Exit mobile version