Site icon Revoi.in

હરિયાણા કોર્ટનો રસપ્રદ ચુકાદોઃ ભરણપોષણ પેઠે અનાજ આપવાનો આદેશ

Social Share

હરિયાણા કોર્ટનો રસપ્રદ ચુકાદો

ભરણપોષણમાં આપવું પડશે અનાજ

દર મહિને ચોખા,ઘંઉ,ધી,કપડા,ખાંડ આપવાની રહેશે

પતિ પાસે નોકરી ન હતી માટે કોર્ટેઆ નિર્ણય લીધો

આજકાલ દેશભરમાં છૂટાછેડાનું પ્રનામ વધ્યુ છે ત્યારે પત્નિ તરફથી પતી પર ભરણપોષણનો કેસ કરવામાં આવતા હોય તેવા ધણા બધા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે ભરણ પોષણના મામલામાં પત્નિને દર મહિને કોર્ટ તરફથી નક્કિ કરવામાં આવેલી રોકડ રકમ આપવામાં પવામાં વતી હોય છે પરંતુ નવી વાત એ છે કે પંજાબમાં હરિયાણાની કોર્ટે આ પરંપરાને તોડી છે ને ભરણપોષણ પેઠે રોકડ રકમના બદલે પિડીત પત્નિ અનાજ પવાનો આદેશ આપ્યો છે
સુનાવણી દરમિયાન પતિએ કોર્ટમાં જણાવ્યું હતુ કે તેની પાસે નોકરી નથી.
હરિયાણા હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતા રસપ્રદ નિર્ણય આપ્યો છે. કોર્ટે એક વ્યક્તિને તેની પત્નીને છૂટાછેડા લેવાના ભરણપોષણ તરીકે ચોખા, દાળ, ખાંડ, દૂધ, ઘી અને ત્રણ જોડી નવા કપડા પણ આપવાનો આદેશ જહેર કર્યો છે.
પંજાબમાં રહેતા આ વ્યક્તિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેની પાસે નોકરી નથી, આથી તે પત્નીને ભરણપોષણ તરીકે રોકડ રકમ આપી શકે તેમ નથી. જોકે, સાથે તેણે એવું પણ કહ્યું કે તે તેની પૂર્વ પત્નીની દૈનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સામગ્રી આપી શકે છે તેમ છે.

વ્યક્તિએ કોર્ટમાં કહ્યું કે તે ચોખા, ખાંડ, દૂધ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આપી શકવા માટે સક્ષમ છે. આ અંગે કોર્ટે આદેશઆપ્યો કે તે પોતાની પત્નીને દર મહિને 20 કિલો ચોખા, પાંચ કિલો ખાંડ, પાંચ કિલો દાળ, 15 કિલો ઘઊં, 2 કિલો દૂધ અને પાંચ કિલો ઘી આપશે. આ સાથે જ દર ત્રણ મહિને તેણે પત્નીને ત્રણ જોડી કપડા પણ આપવા પડશે.

ત્યારે આ રસપ્રદ કિસ્સમાં હાઇકોર્ટે આદેશ કર્યો કે વ્યક્તિએ તેની પત્નીને ત્રણ દિવસની અંદર જ આ સામાન આપવો પડશે. એટલું જ નહીં પત્નીથી અલગ થયા બાદ અત્યાર સુધીનો ખર્ચજે યો પોય તે પણ ચુકવવો પડશે.સાથે જ વ્યક્તિને આદેશ આપ્યો હતો કે આગલી તારીખે રજૂ થતી વખતે કેટલો સામાન આપવામાં આવ્યો તે અંગેની માહિતી કોર્ટને આપવી પડશે તે ઉપરાંત તેની જુની નોકરી શું હતી તે કેટલું કમાતો હતો તે સંપૂર્ણ વિગત કોર્ટમાં જમા કરાવવાની રહેશે. હરિયાણા કોર્ટનો ચુકાદો દરેક લોકો માટે રસપ્રદ છે.