Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી જમ્મુ-કાશ્મીરમાં રહેવા માટે વેપાર માટે જમીન ખરીદી શકાશે

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી જ્યારથી ખાસ દરજ્જો હટાવ્યા બાદ તેને કેન્દ્ર શાસિત પ્રદેશ  તરીકે જાહેર કરાયા બાદ અહી અનેક સકારાત્મક ફેરફારો થતા આવ્યા છે,મોદી સરકાર દ્રારા જમ્મુ-કાશ્મીરને લઈને અનૃક પરિવર્ન લાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે દેશનો કોઈ પણ નાગરિક આ ક્ષશેત્રમાં જમીનની ખરીદીલ કરી શકશે, તથા અહી તે વસવાટ પણ કરી શકશે.

ગૃહમંત્રાલય દ્વારા મંગળવારના રોજ આ હેઠળ એક નોટીસ જારી કરવામાં આવી છે, જો કે, હજુ ખેતીની જમીન ખરીદીને લઈને પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ કાશ્મીરમાં માત્ર સ્થાનિક લોકો જ જમીનની ખરીદી કરી શકતા હતા અને ત્યા વસવાટ કરી શકતા હતા ,જો કે હવે એવા લોકો કે જે દેશના કી પણ ખુણામાં રહેતા હશે તેઓ પણ અહી સરળતાથી વસવાટ કરવા આવી શકશે અને જમીનની ખરીદી પણ કરી શકશે, અને રોજગારીની તકો પણ ઊભી કરી શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્રારા આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીવામાં આવ્યો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીનની ખરીદી સરળતાથી કરી શકે છે. આ માટે હવે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી  વિતેલા વર્ષ દરમિયાન કલમ 37નાબૂદ કરવામાં આવી હતીત્યાર બાદ 31 ઓક્ટોબર વર્ષ , 2019 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે તેને ઘઓષિત કરવામાં આવ્યો. હવે, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાના એક વર્ષ પૂરા થવા  પર જમીન ખરીદી અંગેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સાહીન-

 

Exit mobile version