ધોની આગામી બે મહિના આર્મી સાથે વિતાવશે
વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કર્યો રદ
BCCIને કરી જાણ
ધોનીના બદલે ઋષભ પંત વેસ્ટઈન્ડિઝ જશે
ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીએ બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે નહી જા, ઘોનીએ ક્હયું કે તે આગામી 2 મહિનાનો લાંબો સમય આર્મીને પવા ઈચ્છે છે માટે તેણે આ નિર્ણય લીધો છે.
ધોનીને ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીએ 2011માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક આપી હતી. આહપેલા પણ તેના મિત્ર અને રણજી ખેલાડી મિહિર દિવાકરે પણ મીડિયાને જણાવ્યું હતુ કે ,’ધોનીએ વિન્ડીઝ પ્રવાસમાં જવા માટે ઈનકાર કર્યો છે, તેણે બીસીસીઆઈને જણાવ્યું છે કે તે હવે ભારતીય આર્મી સાથે આ બે મહિનાનો સમય વિતાવશે’
જ્યારે બીસીસીઆઈના એક અધિકારીએ એમ પમ કહ્યું હતુ કે ઘોની ક્રિકેટ જગતમાથી વિદાય નથી લઈ રહ્યા તેઓ માત્ર બા મહિના માટે જ ક્રિકેટ નહી રમે કારણ કે તેઓ બે મહિનાનો સમય આર્મી જવાનો માટે ફઆળવવા માંગે છે,તેઓ માત્ર બે મહિનાનો ક્રિકેટ જગતથી વિરામ લઈ રહ્યા છે.