1. Home
  2. revoinews
  3. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વની બેઠક યોજાશે- ગરીબ કલ્યાણ અન્ન યોજનાને મળી શકે મંજુરી
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વની બેઠક યોજાશે- ગરીબ કલ્યાણ અન્ન યોજનાને મળી શકે મંજુરી

પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વની બેઠક યોજાશે- ગરીબ કલ્યાણ અન્ન યોજનાને મળી શકે મંજુરી

0
  • આજે કેબિનેટની મહત્વની બેઠક
  • ગરીબ કલ્યાણ યોજનાને મળી શકે છે મંજુરી
  • કોરોના મહામારીની પણ ચર્ચા થઈ શકે છે
  • મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

એક તરફ ભારત અને ચીન વચ્ચે તણાવ, બીજી તરફ કોરોના મહામારી તો ત્રીજી તરફ કેટલાક રોજ્યો પુર ગ્રસ્ત, આ સમગ્ર બાબતો વચ્ચે આજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં 7 લોક કલ્યાણ માર્ગમાં કેબિનેટની બેઠક યોજવામાં આવી રહી છે,દેશમાં કોરોના મહામારીના કારણે માર્ચ મહિના પછી પ્રધાનમંત્રી ગરીબલ કલ્યાણ પેકેજ હેઠળ પ્રધાનમંત્રી કલ્યાણ અન્ન યોજનાની ઘોષણા કરવામાં આવી હતી.સરકાર આ યોજના હેઠળ ગરીબોને છેલ્લા 3 મહિનાથી મફ્તમાં અનાજ આપી રહી છે

કેન્દ્રીય કેબિનેટની યાજવામાં આવનાર આ બેઠકમાં આત્મનિર્ભર ભારતના બે પેકેજને મંજુરી લઆપવામાં આવી શકે છે,પીએમ નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિના સુધી ગરીબ લોકોને મફ્તમાં અનાજ આપવાનો વાયદો કર્યો છે જે યોજનાને આજે આ બેઠકમાં મંજુરી આપવામાં આવી શકે છે.

આ કેબિનેટની બેઠક શરુ થતા પહેલા સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક થશે, આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ પ્રધાન જયશંકર ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ચીન સાથે તણાવ, ગલવાન ઘાટીમાંથી બંને દેશોની સેનાઓનું પરત ફરવું તથા અન્ય સુરક્ષાના મુદ્દાઓ પર ખાસ ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે આ વર્ષના નવેમ્બર મહિના સુધી 80 કરોડ જનતાને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ આ જાહેરાત કરી છે. આ અનાજ પહેલા જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોમાં વહેંચવામાં આવી રહ્યું છે

ત્યારે હવે લોકડાઉનની અસરને જોતા આ મફ્ત અનાજ વિતરણ કરવાની યોજનાને દેશના પ્રધાન મંત્રીએ નવેમ્બર મહિના સુધી લંબાવવાની જોહેરાત કરી છે.જે અંગે આજે આ ખાસ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.