Site icon hindi.revoi.in

અમૂલ ઇન્ડિયાએ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા સર સીન કોનેરીને શ્રદ્ધાંજલિ અર્પી

Social Share

દિલ્લી: અમૂલ ઈન્ડિયાએ હોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને જેમ્સ બોન્ડ ઓરિજિનલ તરીકે જાણીતા સર સીન કોનેરીને શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશીયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં દિવગત અભિનેતા માટે એક ખાસ વાત લખવામાં આવી છે.

અમૂલ ઈન્ડિયા કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, “હીરા હંમેશા રહે છે.”

અભિનેતા સર સીન કોનેરીનું શનિવારે 90 વર્ષની વયે નિધન થયું હતું. કોનેરીના પરિવારજનોએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી.

લગભગ પાંચ દાયકા સુધી તેમની કારકીર્દિમાં કોનરીએ હોલીવુડની ફિલ્મ જેમ્સ બોન્ડના પાત્રમાં એક ઊંડી છાપ છોડી છે. તેણે બોન્ડ સીરીઝની પ્રથમ પાંચ ફિલ્મોમાં શીર્ષકની ભૂમિકામાં કામ કર્યું છે.

_Devanshi

Exit mobile version