Site icon Revoi.in

અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો, 21 મેથી લાગુ થશે વધેલી કિંમતો

Social Share

નવી દિલ્હી: અમૂલના મેનેજિંગ ડાયરેક્ટરે સોમવારે ઘોષણા કરી છે કે દૂધની કિંમતોમાં બે રૂપિયા પ્રતિ લિટરનો વધારો થશે. દૂધની કિંમતોમાં થયેલો આ વધારો મંગળવારે 21 મેથી લાગુ થશે. અમૂલના ટોન્ડ મિલ્કના 500 MLનું પેક 21 રૂપિયાના સ્થાને એક રૂપિયાના વધારા સાથે 22 રૂપિયામાં મળશે. તો અમૂલનું ફુલ ક્રીમ 500 MLનું પેક 28 રૂપિયાનું થઈ જશે, જે પહેલા 27 રૂપિયામાં મળતું હતું.

તાજેતરમાં અમૂલ ડેરીએ દૂધની ખરીદીનું મૂલ્ય પણ વધારી દીધું હતું. અમૂલે ભેંસના દૂધના એક કિલો ફેટનો ભાવ 10 રૂપિયા વધાર્યો હતો. જ્યારે ગાયના દૂધના એક કિલો ફેટનું મૂલ્ય 4.5 રૂપિયા વધારવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું હતું કે દૂધના ખરીદ મૂલ્યમાં આ વૃદ્ધિથી સાત લાખ પશુપાલકોને ફાયદો મળશે. પશુપાલકોની વધેલી કિંમત 11 મેના રોજ મળવાની શરૂ થઈ તી. તેને હવે ભેંસના દૂધના એક કિલો ફેટ માટે 640 રૂપિયા અને ગાયના દૂધના એક કિલો ફેટ માટે 290 રૂપિયા મળશે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- જીસીએમએમએફ અમૂલના નામથી ડેરી ઉત્પાદનોનો કારોબાર કરે છે. ફેડરેશનનો ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં કારોબાર 20 ટકા વધીને 40 હજાર કરોડ રૂપિયા પર પહોંચવાની આશા છે. ગત નાણાંકીય વર્ષમાં જીસીએમએમએફએ 13 ટકા વધારાની સાથે 33150 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.

ખાસ વાત એ છે કે ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યા વગર જ ફેડરેશનનું મહેસૂલ સતત વધી રહ્યું છે.

ફેડરેશનનો દાવો છે કે ખેડૂતોને દૂધના વધારે ભાવ આપ્યા બાદ પણ તેમના મહેસૂલ પર કોઈ અસર પડશે નહીં. ગુજરાતના 18700 ગામડાંમાં અમૂલ ફેડરેશનના 18 સદસ્યના યૂનિયનોમાં 36 લાખથી વધારે ખેડૂતો જોડાયેલા છે. જેમાં સરેરાશ દૈનિક 230 લાખ લિટર દૂધની ખરીદી કરવામાં આવે છે.

અમૂલ ભારતની એક દૂધ સહકારી મંડલી છે અને આણંદ તેનું મૂળ છે. આ એક બ્રાન્ડનું નમ છે કે જે ગુજરાત સહકારી દૂધ વિપણન સંઘ લિમિટેડ નામની સહકારી સંસ્થાના પ્રબંધન હેઠળ ચાલે છે. ગુજરાતના લગભગ 26 લાખ દૂધ ઉત્પાદ દુગ્ધ વિપણન સંઘ લિમિટેડ હિસ્સેદાર છે.

અમૂલે ભારતમાં શ્વેત ક્રાંતિનો પાયો નાખ્યો છે. જેનાથી ભારત સંસારના સૌથી મોટું દૂધ ઉત્પાદક બની ગયુ છે. અમૂલની સ્થાપના 14 ડિસેમ્બર-1946ના રોજ એક ડેરી અથવા દૂધ ઉત્પાદનના સહકારી આંદોલન તરીકે થઈ હતી. અમૂલના મુખ્ય ઉત્પાદનોમાં દૂધ, દૂધનો પાઉડર, બટર, ઘી, ચીઝ,દહીં, ચોકલેટ, શ્રીખંડ, આઈસક્રીમ, પનીર, ગુલાબજાંબુ, ન્યૂટ્રામૂલ વગેરે છે.