Site icon hindi.revoi.in

ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં ઘર્ષણ, ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર

Social Share

પંજાબના અમૃતસરમાં ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર ઘર્ષણના અહેવાલ છે. સુવર્ણ મંદિરના કેટલાક શીખ યુવકો, જરનૈલસિંહ ભિંડરાવાલાના ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા. તેના પછી આ શીખ યુવકો અને એસજીપીસી ટાસ્ક ફોર્સ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહત્વપૂર્ણ છે કે એસજીપીસી દ્વારા અરદાસના કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં જ ભિંડરાવાલાના ટીશર્ટ પહેરીને શીખ યુવકો પહોંચ્યા છે.

અકાલ તખ્ત અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા સુવર્ણ મંદિરમાં આયોજીત કરાયેલા અરદાસના કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાના ટેકેદાર રેડિકલ જૂથો સાથે જોડાયેલા લોકોએ ખાલિસ્તાનના ટેકામાં સૂત્રોચ્ચાર કર્યો અને હાથમાં તલવારો પણ લહેરાવી હતી. તે વખતે સુવર્ણ મંદિરમાં હાજર એસજીપીસી ટાસ્ક ફોર્સના લોકોએ આમ કરનારાઓને સમજવવાની કોશિશ કરી અને તેમાથી ઘર્ષણ સર્જાયું છે.

વરસીના પ્રસંગા સુવર્ણ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. પંજાબ પોલીસના જવાનોને મોટી સંખ્યામાં તેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનોની પણ તેનાતી કરવામાં આવી છે.

6 જૂન-1984ના રોજ ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાનું આ મિશન અમૃતસરના સુવર્ણ મંદિરને જરનૈલસિંહ ભિંડરાવાલે અને તેના ટેકેદારોના ચુંગલમાંથી છોડાવવા માટેનું હતું. આ ઓપરેશન સ્વતંત્ર ભારતમાં અસૈનિક સંઘર્ષના ઈતિહાસમાં સૌથી મોટી ખૂની લડાઈ માનવામાં આવે છે. આ ઓપરેશનમાં સેંકડોની સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.

ઓપરેશન બ્લૂ સ્ટારમાં 83 સૈન્યકર્મીઓ અને 492 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અસૈનિક સંઘર્ષની આ સૌથી લોહિયાળ લડાઈ હતી. ભિડંરાવાલે અને તેની નાનકડી ટુકડીને કાબુ કરવા માટે મશીનગન, હળવી તોપો, રોકેટ અને આખરે ટેન્કનો ઉપયોગ કરવો પડયો હતો. શીખોનું સર્વોચ્ચ સ્થાન અકાલ તખ્ત પણ તબાહ થઈ ગયું હતું. બ્લૂસ્ટારના તોફાનથી સનડાઉન અને તેની મોંઘી તૈયારીઓ રૉની ગુપ્ત ફાઈલોમાં દબાઈને રહી ગઈ. ઓપરેશન બ્લૂ સ્ટાર આજે પણ ભારત અને વિદેશમાં એક દુખતી રગ છે. કેટલાક સંગઠન તેની વરસી માનવે છે.

Exit mobile version