Site icon Revoi.in

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતાના બર્થડે પર એક સુંદર પોસ્ટ શેર કરી – દિકરી માટે લખ્યુ કંઈક ખાસ

Social Share

મુંબઈ – બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા આજે પોતાનો 47 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ મોકા પર તેમના પિતા જ નહીં પુત્રી નવ્યા નવેલી નંદા એ પણ સોશિયલ મીડિયા પર એક ખાસ અંદાજમાં માતાને વિશ કર્યું છે.

આ ખાસ દિવસે . બિગ બીએ શ્વેતા માટે ખૂબ જ સુંદર પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તેમની પુત્રીના બાળપણથી લઈને યુવા સુધીના ફોટોઝ શેર કર્યા. આ સાથે જ ફોટો શેર કરતા બચ્ચન સાહેબે કેપ્શનમાં લખ્યું છે કે, “દિકરીઓ સૌથી શ્રેષ્ઠ હોય છે” 

બીજી તરફ, શ્વેતા બચ્ચન નંદાની પુત્રી નવ્યા નવેલી નંદાએ એક ફેમિલી ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના માતા-પિતા, ભાઈ સાથે જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે નવ્યા નવેલી નંદાએ લખ્યું છે કે – જન્મદિવસની શુભેચ્છા મમ્મી-પપ્પા. આનાથી સારું બીજું કઈજ હોઇ શકે નહીં. ઉલ્લેખનીય છે કે, આજે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાની સાથે આજે તેમના પતિ નિખિલ નંદાનો જન્મદિવસ પણ છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તે સાથે જ તે તેની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી દરેક માહિતી પોતાના ચાહકોમાં શેર કરતા રહે છે.

તાજેતરમાં જ તેણે એક ટ્વીટ કર્યું જેમાં તેણે પોતાની બીજી આંખના ઓપરેશનની પણ માહિતી આપી હતી, આ સાથે જ બીજી તરફ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે તેમના જીવનની તમામ મહિલાઓનો કોલાજ ચાહકો સાથે શેર કર્યો હતા. ઉપરાંત કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “તમે કહી રહ્યા છો કે આજે ‘મહિલા દિન’ છે !!! ફક્ત એક જ દિવસ! ના! ‘વુમન ડે’ દરરોજ”.

સાહિન-