- બિગ બીના નામે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
- અમિતાબ બચ્ચને આભાર વ્યક્ત કર્યો
- અભિષેક અને શ્વેતા બચ્ચને પિતાને શુભેચ્છાઓ પાઠવી
- અમિતાબ બચ્ચને બૉલિવૂડમાં અનેક ફિલ્મો આપી છે
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને મંગળવારના રોજ ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સુચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટરના માધ્યમથી આ માહિતી આપી હતી. આ વાત વાયુવેગે ફેલાતા જ દુનિયાભરના ચાહકો સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનને અભિનંદન પાઠવી રહ્યા છે. બિગ બીને બોલિવૂડ તરફથી પણ ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે બૉલિવૂડના શહેનશાહ ગણાતા એવા અમિતાભ બચ્ચને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવાની વાતને લઈને ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમિતાભ બચ્ચને ટ્વિટર પર હાથ જોડતો એક ફોટો શૅર કરીને લખ્યું છે કે. “હું આભારી છું, સંપૂર્ણ તમારો આભારી છું. હું ફક્ત એક વિનમ્ર અમિતાભ બચ્ચન છું” ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન રૂપેરી પડદે છેલ્લા 5 દાયકાથઈ પમ વધુ સમયથી પોતાના અભિનયને લઈને દર્શકોના દિલ જીતતા આવ્યા છે,બૉલિવૂડમાં અમિતાભ બચ્ચને પોતાની એક લગ ઓળખ બનાવી છે,દેશભરમાં ને દુનિયાભરમાં અમિતાભ બચ્ચના ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
અમિતાબ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને પણ પિતાને મળેલા આ સમ્માન પર ખુશી વ્યક્ત કરી છે,તેમણે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું ટ્વિટ શૅર કર્યું છે,ત્યારે પુત્રી શ્ર્વેતા બચ્ચને પણ વાતને લઈને પોતાના પિતાનો ફોટો શૅર કરીને અભિનંદન પાઠવ્યા હતા.
અમિતાભ બચ્ચને તેમના જીવનમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમના ચાહકો તેમની સ્ટાઇલ, એક્ટિંગને ફોલો કરે છે. અમિતાભ બચ્ચનને એંગ્રી મેન, સમ્રાટ અને મહાનાયકનું ટેગ આપવામાં આવ્યું છે. બિગ બીની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી. આ ફિલ્મની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ નવોદિતનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો,ત્યાર બાદ તેમણે આનંદ, ઝંજીર, ડોન, સત્તે પે સત્તા, શ્રી નટવરલાલ, લાવારીસ, કુલી, અગ્નિપથ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને દર્શકોને મનોરંજન પુરુ પાડીને દરેકના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.