Site icon Revoi.in

Amazon Alexa પર યુઝર્સને અમિતાભ બચ્ચનના અવાજમાં મળશે આ જાણકારી

Social Share

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચન સાથે ઇ-કોમર્સ સાઇટ એમેઝોને ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ ડિજિટલ સહાય તરીકે કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે ભારતીય યુઝર્સને Alexa માં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે. જો કે, અમિતાભના અવાજને આવતા વર્ષે Alexa ડિવાઇસમાં આપવામાં આવશે. હાલમાં કંપની અમિતાભ બચ્ચન સાથે મળીને કામ કરી રહી છે અને તેના અવાજને કેપ્ચર કરવામાં આવી રહ્યો છે.

યુઝર્સને Alexa માં હવામાન, ન્યુઝ, મોટીવેશનલ કોટસ અને સલાહ જેવી માહિતી અમિતાભ બચ્ચનના અવાજમાં મળશે. આ સાથે જ અમિતાભ બચ્ચને પણ કહ્યું છે કે હું આ ભાગીદારીને લઈને ઉત્સાહિત છું. તેમણે વધુમાં કહ્યું છે કે અમે વોઇસ ટેક્નોલોજીની સાથે કંઈક એવું લાવી રહ્યા છીએ, જે પ્રેક્ષકો અને અમારા પ્રશંસકો સાથે કનેક્ટ થવામાં સરળ બનશે.

એમેઝોન ઇન્ડિયાના કંટ્રી હેડ પુનીશ કુમારનું કહેવું છે કે એમેઝોન Alexa માં અમિતાભ બચ્ચનના અવાજથી તે બધા ભારતીય યુઝર્સનો અનુભવ સારો રહેશે, જે નાનપણથી તેમને જોતા આવ્યા છે. અમે એ જોવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ કે, અમારા યુઝર્સ Alexa પર અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળીને કેવી પ્રતિક્રિયા આપશે.

એમેઝોન ઇન્ડિયાએ માર્ચમાં તેના યુઝર્સને વધુ સારી ખરીદીનો અનુભવ આપવા માટે Alexa સપોર્ટ સાથે વોઇસ કમાન્ડ ફીચર રજૂ કર્યું હતું. આ વોઇસ કમાંડ ફીચરની મદદથી યુઝર્સ ફક્ત બોલીને જ ખરીદી કરી શકે છે. આ ફીચર ફક્ત એન્ડ્રોયડ યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. પરંતુ ટૂંક સમયમાં કંપની તેને આઇઓએસ પ્લેટફોર્મ માટે પણ રજૂ કરશે. કંપનીએ કહ્યું છે કે હવે યુઝર્સ વોઇસ કમાંડનો ઉપયોગ કરીને તેમના મનપસંદ પ્રોડક્ટની શોધ કરી શકે છે. આ પ્રોડકટને પસંદ કરવા ઉપરાંત તમે તમારી ઓર્ડરની સ્થિતિ પણ ચેક કરી શકો છો. આ ફીચર વોઇસ કમાંડ ફક્ત અંગ્રેજી ભાષાનું સમર્થન કરે છે. પરંતુ અપેક્ષા કરવામાં આવે છે કે તે ટૂંક સમયમાં હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

_Devanshi