Site icon hindi.revoi.in

કોવિડ -19 : કેબીસી 12 ના સેટ પર ફેસ શીલ્ડમાં જોવા મળ્યા બીગ બી

Social Share

મુંબઈ: કોવિડ -19 સામેની જંગ જીત્યાના એક મહિના બાદ, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને રીયાલીટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 12નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂટિંગ શરૂ થયા પછીથી જ અમિતાભ સેટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. અમિતાભ તેની સલામતીને લઈને સાવચેતી લઈ રહ્યા છે, તેમ જ બતાવી રહ્યા છે કે કોવિડ -19ના નિયમોનું સંપૂર્ણ ક્રૂ કેવી રીતે પાલન કરી રહ્યા છે.

આ દરમિયાન અમિતાભ બચ્ચને કેબીસી 12ના સેટ પરથી પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેમણે વાદળી રંગનો પોશાક પહેરેલો છે અને ફેસ પર શીલ્ડ જોવા મળી રહ્યું છે.. આ તસવીર શેર કરતા અમિતાભે લખ્યું – “સુરક્ષિત રહો… અને સુરક્ષામાં રહો.”

અમિતાભ બચ્ચન 77 વર્ષના છે, પરંતુ તેમનો કામ પ્રત્યેનો જુસ્સો આજે પણ તે જ છે. અમિતાભે સતત 17 કલાક કેબીસી 12 માટે શૂટિંગ કર્યું હતું. મોડી રાત્રે ઘરે પરત ફર્યા બાદ 2:37 વાગ્યે પર તેણે એક બ્લોગ લખીને તેની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, “હું થોડા સમય પહેલા જ કામ પરથી પરત ફર્યો છું. અને આ એક દિવસમાં લગભગ 17 કલાક કામ કર્યું. કોવિડ 19 બાદ શરીર માટે એટલા જ પર્યાપ્ત અને ફાયદાકારક છે. “

સાથે જ તેણે શોના એક કન્ટેસ્ટેન્ટ વિશે પણ વાત કરી હતી. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતનારા કન્ટેસ્ટેન્ટસની ભાવનાને શેર કરતા તેમણે લખ્યું કે, “આર્થિક સંઘર્ષ છતાં કન્ટેસ્ટેન્ટસના ચહેરા પર સ્મિત છે. તેઓ ભાવનાત્મક બની જાય છે, હાથ જોડે છે, હોટ સીટ માટે બેકાબૂ બની જાય છે કે આખરે પ્રતીક્ષા પૂરી થઈ.”

અમિતાભે આગળ લખ્યું છે કે, કન્ટેસ્ટેન્ટને આશા છે કે હવે તેઓની લોન ચુકવવામાં આવશે, તેઓ બીમાર લોકોની સારવાર કરી શકશે, પોતાનું મકાન બનાવી શકશે અને તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરશે. ઘણા લોકોએ તેમના સમગ્ર જીવનમાં આટલો મોટો ચેક હાથમાં પકડ્યો પણ ન હોય. ઘણા લોકો તો કેટલાક આ રકમમાં શૂન્ય પર જ અટકી જતા હોય છે, કારણ કે તેઓ તેમને ગણવાનું શરુ કરી દેતા હોય છે અને સાચો જવાબ આપવા માટે એટલી ખુશ હોય છે, જાણે કે તેની અપેક્ષા પણ ન હોય. “

Exit mobile version